ડિપ્રેશન (ઉદાસીપણુ)
ઉદાસીપણુઃ
મન ઉદાસ રહે, કંટાળો આવે, ક્યાંય ગમે નહીં.
નિરસતાઃ
- અગાઉ રસ પડાતો હોય તેવી ક્રિયામાં રસ પડવો, ટી.વી. સંગીત વગેરેમાં રસ ના પડવો
- વ્યવસાય-પ્રવૃતી-નોકરી-ધંધો કરવાની ઇચ્છા ના થાય
- સેકસ પ્રત્યે અરુચી
- કોઇની સાથે વાતચીત કરવાનુ મન ના થાય. એકલા બેસી રહેવુ સારુ લાગે
- કોઇ વાતમાં ઉત્સાહ ના રહે, બધામાં જાણે ઢસરડો કરતા હોઇએ તેમ લાગ્યા કરે.
શારિરીક અસરો
- અનિદ્રા- રાત્રે ઉંઘ મોડી આવે કે વહેલી ઉડી જાય, કટકે-કટકે ઉંઘ આવે (જુજ કેસમાં ઉંઘ નું પ્રમાણ વધે)
- ભુખ ના લાગવી– ખોરાકનુ પ્રમાણ ઘટવુ- વજન ઘટવુ (જુજ કેસમાં ખોરાક નુ વધુ પ્રમાણ અને મેદસ્વીતા પણ જોવા મળે છે.)
- વારંવાર થતા શારીરિક દુઃખાવાઓ જેમકે માથુ દુઃખવુ, હાથ-પગમાં તોડ થવી કે દુઃખવુ,
- થાક, અશક્તિ, નબળાઇ, જાણે ઝીણો તાવ કે હાડમાં તાવ છે એમ લાગ્યા કરે.
માનસિક અસરો
- બેધ્યાન રહેવાય, સહન શક્તિ ઘટી જાય, વારંવાર ગુસ્સે થઇ જવાય
- યાદશક્તિ ઘટવી, નિર્ણયશક્તિ ઘટવી
- ગભરામણ, બેચેની, અજાણ્યો ડર લાગે
વિચારો માં બદલાવ
- સતત નકારાત્મક વિચારો આવવા (પોતાની સમસ્યાનો કોઇ ઉકેલ નથી. હવે જીવન નિરર્થક છે) આ વિચારો વાસ્તવિકતા કરતા પણ વધુ નકારાત્મક હોય છે.
- ભવિષ્ય ધૂંધળુ લાગે, જીવન અર્થહીન લાગે, જીવન બોજારુપ લાગે.
- પોતાનામાં કશી આવડત નથી અને અન્યથી નબળો છે તેવા વિચારો આવ્યા કરે- તેવી લાગણી થાય.
આપઘાત
- આપઘાત-સ્યુઅસાઇડ ના વિચારો આવે. ઘણી વખત વ્યક્તિ આ વિચારો પર અમલ પણ કરે છે.
- ડિપ્રેશનના ૧૦ થી ૧૫% દર્દીઓ આપઘાતથી મૃત્યુ પામે છે.
પ્રમાણઃ
સારવારની જરુર ગણાય તેવા ડિપ્રેશન નું પ્રમાણ સામાન્ય લોકોમાં આશરે ૧૦% જેટલુ ગણાય.
કારણોઃ
- ડિપ્રેશન એ એક બાયોલોજીકલ બિમારી છે. મગજના ફ્રન્ટલ લોબ વિસ્તારમાં “સિરોટોનીન” ન્યુરોટ્રાન્સમીટરની ઉણપ જોવા મળે છે. આ જૈવરસાયણ નો અભાવ એજ ડિપ્રેશન નુ કારણ.
- ઘણી વખત ડિપ્રેશનની શરુઆત કોઇ આઘાતજનક બનાવ કે અનુભવ થી થાય છે. પરંતુ આ આઘાત તો માત્ર નિમિત છે. ડિપ્રેશનનુ સાચુ કારણ જૈવક છે.
સારવારઃ
જો યોગ્ય સારવાર ન મળે તો?
લાંબાગાળાનુ જટીલ એવુ ક્રોનિક ડિપ્રેશન કે આપઘાત જેવી ઘટનાને અવકાશ રહે છે.
જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો [email protected] પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે [email protected] પર ઇમેલ મારફતે સંપર્ક કરો.
Dr. I. J. Ratnani Psychiatrist યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મગજ અને માનસિક રોગ સબંધિત વિડીયોઝ નિયમીત મેળવો.
Dr I J Ratnani’s OJAS Neuropsychiatry Clinic ડો. આઇ. જે. રત્નાણી નુ ફેસબુક પેજ લાઇક કરી નિયમીત અપડેટ મેળવો
ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ, માનસિક રોગ અને સેક્સ સમસ્યાઓના નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
સેકન્ડ ફ્લોર, સાંઇ ગંગા, રસોઇ ડાઇનિંગ હોલ ની પાસે, કાળુભા રોડ, ભાવનગર
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695