About

ડો. આઇ. જે. રત્નાણી એમ.ડી. મગજ અને માનસિક રોગ નિષ્ણાત

ડો. આઇ જે. રત્નાણી MBBS, MD, PGDS, MIPS.

(કન્સલ્ટ્ન્ટ ન્યુરોસાઇકિયાટ્રીસ્ટ અને સેક્સોલોજીસ્ટ) ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં ઓજસ ન્યુરો સાઇકિયાટ્રી ક્લીનિક એન્ડ સેક્સ થેરાપી ક્લીનિક ઘરાવે છે.

તેઓ મગજ, માનસિક રોગ અને સેક્સ સમસ્યાઓના નિષ્ણાત તરિકે કાર્યરત છે.

માથાનો દુઃખાવો, મગજ ના રોગો, માનસિક રોગ, ડિપ્રેશન, ઉદાસી, ચિંતારોગ, વિચારવાયુ, ધૂનરોગ, પેટમાં ગેસ વાયુ અપચો, સેક્સ સમસ્યાઓ જેવીકે નપુંસકતા, ઇન્દ્રિયમાં ઉત્તેજના નો અભાવ, સ્તંભનદોષ, નસોની નબળાઇ, કડકાઇમાં તકલીફ, કમજોરી, શિઘ્રપતન, શિઘ્રસ્ખલન અને સેક્સ માંથી રસ ઉડી જવો વગેરે તકલીફોના નિદાન અને સારવાર સબંધીત કાર્ય સાથે સંકળાયેલ છે.

મનોચિકિત્સક તરિકે નો અભ્યાસઃ

ડો. રત્નાણી એ એમ.બી.બી.એસ. અને એમ.ડી. નો અભ્યાસ ભાવનગરની ગવર્નમેન્ટ મેડીકલ કોલેજ અને સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતેથી ઉચ્ચ મેરીટ સાથે પોફેસર ડૉ. ભરત પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ પુર્ણ કર્યો. તેમળે મનોચિકિત્સાની અન્ય શાખાઓ જેવીકે જેરીયાટ્રીક મેન્ટલ હેલ્થ (વૃધ્ધાવસ્થામાં થતી માનસિક બિમારીઓ) કોગ્નીટીવ બિહેવીયર થેરાપી, ઇલેક્ટ્રો-એન્કેફેલોગ્રાફી તેમજ સેક્સ સમસ્યાઓ અંગે વિવિધ કોન્ફરન્સમાં ભાગ લઇ મનોચિકિત્સાશાસ્ત્ર નો ઉંડાળપુર્વક અભ્યાસ કરેલ છે.

સેક્સોલોજીસ્ટ તરિકેની તાલીમઃ

ડો.આઇ જે. રત્નાણી એ અમેરિકાની ન્યુ એજ ઇન્ટરનેશનલ યુનીવર્સીટી સાથે સંલગ્ન ગ્લોબલ હેલ્થ સાયન્સ સંસ્થા મારફતે પી.જી.ડી.એસ. (પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન સેક્લોલોજી) ની પદવી મેળવેલ છે. અને વિખ્યાત સેક્લોલોજીસ્ટ પદ્મશ્રી ડૉ. પ્રકાશ કોઠારી સાહેબ પાસેથી વર્કશોપ દ્વારા તાલીમ મેળવેલ છે.

રિસર્ચ પબ્લીકેશન્સઃ

ડો. આઇ. જે. રત્નાણીને મગજ, માનસિકરોગો અને સેક્સ સમસ્યાઓ અંગેના રિસર્ચ-સંશોધનકાર્ય મા રસ છે. તેઓએ કરેલ રિસર્ચ પૈકી ૧૦ થી વધુ રિસર્ચ આર્ટિકલ્સ (સંશોધનપત્રો) પબમેડ ઇન્ડેસડ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશીત થવા પામેલ છે. જે પૈકી માથાનો દુઃખાવો, પેટમાં ગેસ વાયુ અપચો, ચિંતારોગ, ડિપ્રેશન જેવી વિવિધ માનસિક બિમારીઓ અંગેના સશોધનપત્રો મુખ્ય છે.

“માનસિક સ્વાસ્થ્ય” પુસ્તકઃ

“માનસિક સ્વાસ્થ્ય” પુસ્તકમાં વિવધ માનસિક બિમારીઓ અંગે સરળ ગુજરાતી ભાષામા રજુઆત કરેલ છે. વિવિધ માનસિક બિમારીઓ જેવીકે, માથાનો દુઃખાવો, ચિંતારોગ, ડિપ્રેશન, પેટમાં ગેસ-વાયુ-અપચો, સેક્સ સમસ્યાઓ વગેરેનુ તલસ્પર્શી વર્ણન વૈજ્ઞાનિક હકીકતો સાથે કરેલ છે. દરેક માનસિક રોગ થી પિડીત દર્દી અને પરિવારજન એ આ પુસ્તક અચુક વાચવા જેવુ છે. જે એમેઝોન જેવી ઓનલાઇન વેબસાઇટ તેમજ અગ્રણી પુસ્તક સ્ટોર પર ઉપલબ્ધ છે.

“માનસિક સ્વાસ્થ્ય” પુસ્તક ખરિદવા માટે અહીં ક્લીક કરો

“માનસિક સ્વાસ્થ્ય અને આપણે” મેગેઝીનઃ

“માનસિક સ્વાસ્થ્ય અને આપણે” ત્રિમાસિક મેગેઝીન એ વિવિધ શ્રેણીબધ્ધ આટિકલ્સ દ્વારા મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી કેળવવાનો એક પ્રયાસ છે. જેમની “આપવીતી” કોલમ જેમાં દર્દીઓ પોતે અનુભવેલ માનસિક બિમારી અને આ બિમારી માંથી બહાર નિકળવાના તેમના સંઘર્ષ અને ત્યારબાદ બદલાયેલ જીવન અંગે પોતાની વાત રજુ કરે છે જેને વાચકોએ ઘણી પસંદ કરેલ છે. આ ઉપરાંત સચિત્ર કોલમ માં વિવિધ ચિત્રો ની મદદથી માનસિક બિમારી અંગે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરેલ છે.

“માનસિક સ્વાસ્થ્ય અને આપણે” મેગેઝીનના જુના અંકોની સોફ્ટકોપી અહીંથી ડાઉનલોડ કરો

યુ-ટ્યુબ વિડીયોઝ

મગજ, માનસિક રોગો અને સેક્સ સમસ્યાઓ સબંધિત વિવિધ વિડીયોઝ હિન્દી અને ગુજરાતી ભાષામાં યુ-ટુયુબ ચેનલ પર નિયમીત અપલોડ કરે છે. એનિમેટેડ માહિતીસભર વિડીયોઝ દ્વારા મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ફેલાવવાનો એક તવતર પ્રયાસ છે જે લોકોને ખુબ પસંદ આવ્યો છે.

ડો. આઇ. જે. રત્નાણી ની યુ-ટ્યુબ ચેનલ જોવા માટે હીં ક્લીક કરો.

વિવિધ વર્તમાનપત્રો માં પ્રકાશિત થયેલ આર્ટિકલ્સઃ

ડો. આઇ જે રત્નાણીના મગજ, માનસિક રોગો અને સેક્સ સમસ્યાઓ સબંધીત વિવિધ માહીતીસભર આર્ટિકલ્સ વર્તમાનપત્રોમાં નિયમિત પ્રકાશિત થતા હોય છે.

ડો. આઇ. જે. રત્નાણી ના વર્તમાન પત્રો માં પ્રકાશિત થયેલ આર્ટિકલસ વાંચવા માટે અહીં ક્લિક કરો


ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
સેકન્ડા ફ્લોર, સાંઇ ગંગા, રસોઇ ડાઇનિંગ હોલ ની પાસે, કાળુભા રોડ, ભાવનગર
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: [email protected]

Send via WhatsApp