ઇન્દ્રિયનું શિથીલતાપણું (નપુંસકતા) ભાવી હદયરોગ ની આગાહી હોઇ શકે છે.

ઇન્દ્રિયમાં શિથીલતાપણું કે નપુંસકતા એ ઘણીજ સામાન્ય તકલીફ છે. કોઇપણ સેક્સોલોજીસ્ટ પાસે આવતા દર્દિઓમાં શિઘ્રપતન કે નપુંસકતા ના દર્દિઓનું પ્રમાણ સવિશેષ હોય છે. જોકે આ સબંધિત ઘણી ગેરમાન્યતાઓ ના લીધે ઘણા દર્દિઓ ગેર-માન્યતાએ દોરાતા જોઇ શકાય છે. યુવાનો માં ઇન્દ્રિયનું શિથીલપણું મોટાભાગે માનસિક કારણૉના લીધે હોય છે. જેમાં સબંઘોમા તણાવ કે સાથી ની સેક્સ પ્રત્યે ની અરુચી મુખ્ય કારણ હોઇ શકે છે. જ્યારે આધેડ કે વૃધ્ધોમાં આ તકલીફ ના કારણૉ માનસિક ઉપરાંત રુધિરવાહીની માં ના પતળાપણુ કે ઇન્દ્રિયના રક્તપ્રવાહ માં અવરોધ જેવા કારણૉ પણ હોઇ શકે છે.

પાંસઠ વર્ષના શ્યામલાલકાકા સાથે એક વખત પ્રસંગવશાત મુલાકાત થઇ. પોતે સેક્સોલોજીસ્ટ સાથે હોઇ તેણે એકાંત માં મોકો મળતા પોતાની મુશકેલીઓ વર્ણવી.

“મને એકાદ વર્ષથી ઇન્દ્રિયો માં કમજોરી વર્તાય છે. અને પત્ની સાથે સેક્સ શક્ય બનતો નથી. જોકે હવે ઉંમર થઇ અને આવા અભરખા આ ઉંમરે સારા નહીં એમ માની મેં અને પત્નીએ મન મનાવ્યું અને આમેય પત્ની ઘિરે-ધિરે ધાર્મિકતા તરફ વળી હોઇ અમે આ બાબતે ક્યારેય કોઇ ડોક્ટરનો સંપર્ક કર્યો નથી. પણ આજે તમે મળી ગયા તો મને થયુ કે ચલો વાત તો કરુ.” કાકાએ પોતાની મુશકેલી વર્ણવી.

“થોડી વિગતો જણાવો. જેમકે ક્યારેય ઉંઘમાં, હ્સ્તમૈથુન સમયે ઉત્થાન થાય છે કે બીલકુલ નહી. અને શું અપુરતા ઉત્થાન સાથે સંભોગ શક્ય બને છે?” મેં વધુ વિગતો પુછી. જે તેમના નિદાન માટે જરુરી હતી.

“શરુઆતમાં અપુરતા ઉત્થાન સાથે સંભોગ થઇ શકતો હતો. પણ હમણા એકાદ વર્ષથી તો બીલકુલ ઉત્તેજના જ અનુભવાતી નથી. અને છેલ્લા એક વર્ષમાં ક્યારેય પણ, હસ્તમૈથુન સમયે કે વહેલી સવારે ઉંઘમાં ક્યારે પણ ઉત્તેજના થતી નથી.”

આમ, શ્યામલાલકાકાની બિમારીની તિવ્રતા ધીમે ધીમે વધતી ગઇ. શરુઆતમાં ઇન્દ્રિયમાં વર્તાતી કમજોરી અને અપુરતુ ઉત્થાન છેલ્લા એકાદ વર્ષથી પુર્ણ નપુંસકતા માં પરિણમેલ. અને આ સાથે વહેલી સવારે ઉંઘમાં કે હ્સ્તમૈથુન સમયે પણ ઉત્થાન નો અભાવ આ બિમારી માનસિક ના હોય, કંઇક રુધિરારુધિર વાહીનીઓ સબંધિત હોવાનુ નિર્દેશ કરે છે.

તાજેતર ના વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, ઇન્દ્રિયની રુધિરવાહીનીઓ હ્દયની કોરોનરી રુધિરવાહીની કરતા પાતણી હોય છે. આથી ઉંમર સાથે રુધિરવાહિનીઓમાં ચરબીનૉ ક્લોટ જમા થતા તેમાં લોહીના પરિવહનમાં અવરોધક બને છે. મોટાભાગના કિસ્સાઓમાં ઇન્દ્રિયનુ શિથીલતાપણું કે નપુંસકતા એ હદયરોગ કરતા આશરે ત્રણેક વર્ષ પહેલા પ્રગટે છે. અને ડાયાબિટીસ, વધુ પડતુ લોહીનું દબાણ (બી.પી.), લોહીમાં ચરબી/કોકેસ્ટેરોલ નું વધુ પ્રમાણ, તેમજ ધુમ્રપાન ની આદત વગેરે હદયરોગ માટેના કારણૉ ઇન્દ્રિયની રુધીરવાહીની નાં અવરોધમાટે પણ કારણ ભુત બને છે.

આથી શ્યામલાલ કાકાને ઉપરિક્ત માહીતી આપી જરુરી રિપોર્ટસ સાથે ફરી મળવા બોલાવવામાં આવે છે. અપેક્ષા પ્રમાણે તેમાનાં રિપોર્ટમાં ડાયાબીટીસ અને કોકેસ્ટેરોલ નુ પ્રમાણ વધુ હતુ. આ ઉપરાંત તેણે વાત કરી કે તેમના મોટ ભાઇ ને પણ પોતાની જેમજ ઇન્દ્રિયમાં શિથીલતાપણાની તકલીફ હતી ત્યારબાદ બે-ત્રણ વર્ષ પછી હ્દયરોગ થી તેનુ અવસાન થયુ હતુ. આમ, કુટુંબમાં એક વ્યક્તિને થયેલ હ્દયરોગના હુમલાથી શ્યામલાલ ના રિપોર્ટ્સની ગંભીરતા વધી જતી હતી. સબંધિત ડોક્ટર નો સંપર્ક કરી ડાયાબીટીસ અને કોકેસ્ટરોલ ની દવાઓ આપવામાં આવે છે અને નપુંસકતાની સારવાર શરુ કરવામાં આવે છે. અને બે-ત્રણ મહીનામાં તેના રિપોર્ટ્સ નોર્મલ આવે છે. અને ઇન્દ્રિયમાં શિથિલતાની તકલીફ માં પણ અપેક્ષા મુજબ સુધારો જોવા મળે છે.

આમ, ઇન્દ્રિયમાં શિથીલતાપણા ની તકલીફ એ આગામી હ્દયરોગ ની આગાહી હોઇ શકે છે. આને અવગણવી ક્યારેક જોખમી પુરવાર થઇ શકે છે. મોટી ઉંમરે સેક્સ ના અભરખા ના શોભે કે ઉંમર સાથે ઇન્દ્રિયમાં શિથીલતા તો બધાને હોય એમાં ડોક્ટર ને થોડુ મળવાનુ હોય. એવી ગેર-માન્યતો અવગળવી જોઇએ.

Dr. I. J. Ratnani Psychiatrist યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મગજ અને માનસિક રોગ સબંધિત વિડીયોઝ નિયમીત મેળવો.

Dr I J Ratnani’s OJAS Neuropsychiatry Clinic ડો. આઇ. જે. રત્નાણી નુ ફેસબુક પેજ લાઇક કરી નિયમીત અપડેટ મેળવો


ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: [email protected]

1 thought on “ઇન્દ્રિયનું શિથીલતાપણું (નપુંસકતા) ભાવી હદયરોગ ની આગાહી હોઇ શકે છે.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Send via WhatsApp