નમસ્તે મિત્રો,
મારુ નામ નવનીત (નામ બદલ્યુ) છે. અને હું હાલ એક માર્કેટીંગ કંપનીમા મેનેજર ની પોસ્ટ પર કામ કરી રહ્યો છુ. હાલ મારી ઉમર ૬૦ વર્ષ છે અને હું માર્કેટીંગ ક્ષેત્ર સાથે છેલ્લા ૩૨ વર્ષથી સંકળાયેલ છુ. આજે હું આ મેગેઝીન મારફતે મારી નપુંસકતા તથા શિધ્રપતનની તકલીફ અને તેની સારવાર સબંધિત ચર્ચા આપની સમક્ષ કરવા માગુ છુ.
મારા લગ્નને ત્રણ દાયકા કરતા પણ વધુ સમય થવા આવ્યો છે. મારુ લગ્નજીવન અને જાતીય જીવત સુખમય પસાર થતુ હતુ. માર્કેટીંગના ક્ષેત્રે હોઇ ક્યારેક ટાર્ગેટ અને વેચાણ સબંધિત તણાવ રહેતો પણ એકંદરે જીવન આનંદમય વિતી રહ્યુ હતુ. હું ડાયાબિટીસનો દર્દી છુ. જેની દવાઓ નિયમીત લઇ રહ્યો છુ અને તે માટે જરુરી ખોરાક ની પરેજી અને વ્યાયામ પર પણ પુરતુ ધ્યાન આપી રહ્યો છુ.
આજ થી એક વર્ષ પુર્વે મને પ્રથમ વખત લાગ્યુ કે સેક્સ સમયે હું પુરતો ઉત્તેજીત થઇ શકતો નથી. કદાચ આ તકલીફ એકદમથી શરુ થઇ ના હતી. મને આ તકલીફ શરુ થવાનો અંદાજો જ ના આવ્યો અને ધીમે ધીમે આ તકલીફ વધવા લાગી. મને ખાસ યાદ છે ત્યા સુધી, આશરે છેલ્લા એકાદ વર્ષથી તો આ તકલીફ ઘણી વધી ગઇ હતી. સેક્સ જાણે આનંદરુપ હોવાને બદલે તણાવરુપ બનવા લાગ્યો હતો. સેક્સ સમયે લીંગને ઉત્તેજીત કરવા પુષ્કળ પ્રયત્નો-ફોરપ્લે કરવા છતા પણ લીંગ જોઇએ એવુ ઉત્તેજીત થતુ ના હતુ અને ક્યારેક મહા-મુસીબતે લીંગ ઉત્તેજીત થઇ જાય તો પણ સંભોગ નો સમય અરધી મિનીટ પણ ના ચાલતો. આ તકલીફ બાદ સેક્સ ની ઇચ્છા પણ ઓછી થઇ ગઇ હતી. પત્ની સામે ભોંઠા પડવાનો ડર પણ ખરો. હું આ તકલીફ માટે યોગ્ય ઉપાય ની શોધમાં હતો. મને ક્યારેક “વાયેગ્રા” જેવી દવાઓનુ જાતે સેવન કરવાનો વિચાર પણ આવેલ પણ આ તકલીફમાં ડોક્ટરની સલાહ વિના જાતે દવાનું સેવન કરવુ યોગ્ય ના હતુ.
આ દરમિયાન મે મનોચિકિત્સક-સેક્સોલોજીસ્ટ નો સંપર્ક કર્યો. ડોક્ટરે મારી તકલીફ શાંતીથી સાંભળી અને આધેડ વયે થતી સેક્સની તકલીફો ઘણી વખત ઇન્દ્રિયમાં લોહીના પરિભ્રમણની રુકાવટના કારણે હોઇ શકે તેમ જણાવ્યુ. જેમ ડાયાબિટીસ, ઉંચુ લોહીનુ દબાણ (બ્લડ પ્રેશર), કોલેસ્ટેરોલ, તમાકુનુ વ્યસન વગેરે હદયની લોહીની નળીઓમાં રુકાવટ માટે કારણભુત છે, કંઇક એવી જ રીતે ઇન્દ્રિયની લોહીની નળીઓ પર પણ તેની અસર પડે છે. ઇન્દ્રિયની લોહીની નળીઓ હદયની લોહીની કરતા ઘણી પાતળી હોવાથી ઇન્દ્રિય પર લોહીની નળીઓ માં રુકાવટના લક્ષણો હદય ને લોહી ના મળવાથી થતા એન્જાઇના જેવા લક્ષણૉ કરતા ઘણા વહેલા દેખાય છે. ડોક્ટરે મને આ વાતની જાણકારી આપી જરુરી લોહીના રિપોર્ટસ માટે સમજાવ્યુ. હું “ડાયાબિટીસ”નો દર્દી છુ, જેની મને જાણ હતી. આ સિવાય અન્ય રિપોર્ટ્સ નોર્મલ આવતા મને હાશકારો થયો.
ડોક્ટરે મને દવાઓનુ પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યુ. આ દવાઓ ઇન્દ્રિયમાં લોહીની નળીઓની રુકાવટ દુર થાય અને ઇન્દ્રિયને પુરતુ લોહી મળી રહે, કંઇક એવુ કામ કરે છે. (આ દવાઓ ડોક્ટરની સલાહ બાદ જ લેવી જોઇએ- આથી દવાની વધુ વિગતો અહીં અસ્થાને છે.) ડોક્ટરે મને મારી નપુંસક્તા અને શિધ્રપતનની ફરિયાદ માં એકાદ અઠવાડીયામાં ફાયદો શરુ થશે અને તેની પુરી અસર થતા એક થી દોઢ મહીનાનો સમય લાગી શકે વગેરે જરુરી માહીતી આપી.
હાલ જ્યારે હું આ લખી રહ્યો છુ ત્યારે દવાઓ નો કોર્ષ શરુ કર્યાને દોઢ થી બે મહિનાનો સમયગાળો વિતી ચુક્યો છે. હાલ મારી સારવાર શરુ છે અને મને મારી નપુંસકતા અને શિધ્રપતન ની ફરિયાદમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. વળી, ઇન્દ્રિયની ઉત્તેજના માં ફાયદો થતા મારો આત્મવિશ્વાસ પણ પરત ફર્યો છે મારુ સેક્સ-જાતીય જીવન ફરીથી પુર્વવ્રત નોર્મલ થઇ ગયુ છે.
Dr. I. J. Ratnani Psychiatrist યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મગજ અને માનસિક રોગ સબંધિત વિડીયોઝ નિયમીત મેળવો.
Dr I J Ratnani’s OJAS Neuropsychiatry Clinic ડો. આઇ. જે. રત્નાણી નુ ફેસબુક પેજ લાઇક કરી નિયમીત અપડેટ મેળવો
ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.
જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો [email protected] પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે [email protected] પર ઇમેલ મારફતે સંપર્ક કરો.
ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ, માનસિક રોગ અને સેક્સ સમસ્યાઓના નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
સેકન્ડ ફ્લોર, સાંઇ ગંગા, રસોઇ ડાઇનિંગ હોલ ની પાસે, કાળુભા રોડ, ભાવનગર
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: [email protected]
I loved as much as you will receive carried out right here The sketch is tasteful your authored subject matter stylish nonetheless you command get got an edginess over that you wish be delivering the following unwell unquestionably come further formerly again as exactly the same nearly very often inside case you shield this hike