માનસિક સ્વાસ્થ્ય અને આપણેે
માનસિક સ્વાસ્થ્ય અને આપણેે એ મગજ અને માનસિક રોગ અંગે જનજાગૃતી માટે કાર્યરત ત્રિમાસિક મેગેઝીન છે. જેમા વિવિધ માનસિક બિમારી અંગે વૈજ્ઞાનિક તથ્યો સાથે માર્ગદર્શન ઉપરાંત અગાઉ માનસિક બિમારીના દર્દિ રહી ચુકેલ દર્દીઓના અનુભવો “આપવીતી” કોલમમાં ચર્ચવામા આવે છે. આ મેગેઝિનનુ નિયમિત વાંચન આપના માનસિક બિમારી અંગે ના જ્ઞાનમાં વધારો કરશે તેમજ આપનો માનસિક બિમાર દર્દિઓ પ્રત્યેનો દ્રષ્ટીકોણ બદલશે તેમા બેમત નથી.