
સવજી, આમતો હોસ્પિટલ માં પ્યુન તરિકે કામ કરતો હતો અને તે ઘણોજ મળતાવડો તથા કહ્યાગરો હોય બધા ડોક્ટર અને સ્ટાફ નો માનીતો હતો.
“સર, એક અંગત કામથી મળવુ હતુ.” સવજી ને ના પડવાનો તો પ્રશ્ન જ ના હતો. થોડી મોડી કહેવાય એવી ઉંમરે એટલે કે આશરે ૨૮ વર્ષ ની ઉંમરે લગ્ન થયેલ. લગ્ન ને હજુ બે-ત્રણ વર્ષ થયા હશે અને તે નિઃસંતાન હતો. આથી અંગત કામ શું હશે તેનો થોડો અંદાજ તો હતો જ.
“લગ્ન ના શરુઆતના મહિનાઓમાં થી જ આ તકલીફ શરૂ થયેલી. જો કે અમો નિયમીત સેક્સ માણતા પણ હુ તેણીને સંતોષ આપી ના શક્તો. અને તેણીની દર વખતે ફરીયાદ એજ રહેતી કે સંભોગ બરોબર થતો નથી. જોકે શરઆત માં મે આ વાત અવગણી પણ લગ્ન ના એકાદ વર્ષ બાદ પણ બાળક ન રહેતા મેં મિત્રોની સલાહ મુજબ બજાર માં મળતી “વિયેગ્રા” દવા લેવાનુ શરુ કર્યુ. જેની અસર પણ જોઇએ તેવી ના થઈ. ત્યાર બાદ તેણી એ મારા પર શંકા કરવાનુ શરુ કર્યુ કે તમને જ મારા માં રસ નથી. જો પેલી યુવતી સાથે કેવા તમે હસી હસી ને વાતો કરો છો અને હુ તમારી પત્ની છુ છતા તમને મારા માં રસ નથી. વગેરે વગેરે..”
સવજી એકી શ્વાસે બોલી ગયો. તેના મોં પરથી સ્પષ્ટ જણાતુ હતુ કે તે આ બાબતે ખુબજ ચિંતિત હતો.
“સર, મેં જીંદગીમાં કદી મારી પત્ની સિવાય કોઇના પણ વિશે વિચાર્યુ પણ નથી. અને હવે મને સેક્સ ની ઇચ્છા પણ ઓછી થાય અને પુરતુ ઉત્થાત પણ થતુ નથી. અને આ બાબતે રોજ ઝઘડાઓ પણ થાય છે અને આક્ષેપો થાય છે કે હુ પુરુષ મા નથી અને મને તેણીમાં રસ નથી.” સવજી બોલ્યે જતો હતો.
“તમારા સેક્સ સબંધ વિશે કંઇક જણાવ. કે સેક્સ કેટલા સમયે તમે માણૉ છો? તે કેટલો સમય ચાલે છે? ફોરપ્લે? વગેરે..” મે તેને વિગતો પુછી જે સેક્સ સમસ્યાના નિદાનમાં મહ્ત્વની છે.
“સાહેબ. ફોરપ્લે જેવી કોઇ વસ્તુ જ નથી. તે નિઃવસ્ત્ર થઈ પથારી પર ચત્તી સુઇ જાય છે અને મારે તરત જ સેક્સ કરવાનો રહે છે. જે બહુજ ઓછો સમય ટકે છે કદાચ્ એકાદ મીનીટ કે તેનાથી પણ ઓછો સમય, અને અમો અઠવાડીયે બે કે ત્રણ વખત સેક્સ કરીયે છીએ. વળી હમણા તો સેક્સ ના તુરંત બાદ જ તે ઝ્ધડો કરે છે કે તમે બહુ ઓછો સમય સેક્સ ટકાવી શકો છો એટલે જ આપણે કોઇ બાળક રહેતુ નથી.”
સવજી અને તેની પત્ની સેક્સ સબંઘીત ગેર-માન્યતાઓ ના શિકાર હતા. સ્ત્રી ને ઉત્તેજીત થતા સમય લાગે છે. જાણે મશીનની સ્વીચ શરુ કરતા હોઇએ તેમ યંત્રવત સેક્સ સ્ત્રી ને સંતોષી શક્તો નથી. વળી, સ્ત્રી ને ઉત્તેજના સમયે યોનીમાં ચિંકળુ પ્રવાહી સ્ત્રવે છે. જે સેક્સ સમયે લીંગપ્રવેશને પિડારહીત અને સરળ બનાવે છે. આ ઉપરાંત તે સ્ત્રીને અનુભવાતી ઉત્તેજના નુ એક ચિન્હ છે. અપુરતા ફોરપ્લે ને લીધે સ્ત્રી પુરતી ઉત્તેજીત થતી નથી અને યોનીમાર્ગ પણ આ ચિકાશ ના અભાવે તે શુષ્ક રહેવા પામે છે. જે સ્ત્રી ના અપુરતા સંતોષ નુ એક કારણ છે.
વ્ય્ંધત્વના ઘણા જ કારણો રહેલા છે. જેમાં વિર્યમાં શુક્રાણુ ના અભાવથી લઇને સ્ત્રીની ફેલોપીયન ટ્યુબમાં અટકાવ સુઘી સેંકડો કારણો નો સમાવેશ થાય છે. સેક્સ ના સમય કે સેક્સ દરમીયાન થતા સંતોષ ને બાળકો પેદા થવા સાથે કોઇ સબંધ નથી.
સેક્સ દરમીયાન ઉત્થાન એ વ્યક્તિ રિલેક્ષ હોય ત્યારે થતી ક્રિયા છે. સેક્સ સમયે ચિંતા કે દબાવ માં ઉત્થાન અપુરતુ થાય અને શિધ્રપતનમાં પરિણમે જે સ્વાભાવિક છે. વળી, સામાજીક માન્યતાઓ મુજબ સવજી પત્ની ને સંતોષી ન શકવા બદલ, શિધ્રપતન બદલ અને નિઃસંતાનપણા બદલ સેક્સ ને અને પોતાને જવાબદાર માને છે. જે સેક્સ દરમિયાન અનુભવાતા માનસિક દબાણ માં વધારો કરે છે. અને સમસ્યાનુ વિષ-ચક્ર શરુ થાય છે.
સવજી ને ઉપરોક્ત વૈજ્ઞાનિક માહિતી થી માહિતગાર કરી જરુરી સલાહ સુચનો આપવામાં આવે છે.
એકાદ મહિના પછી સવજી ફરી હોસ્પીટલ મળવા આવ્યો. “સર, પત્ની ને મેં આપે કહેલ બધી જ વાતો સમજાવી. પણ તે ફોરપ્લે માટે તૈયાર જ નથી. તે કહે છે તેને આમા શરમ આવે. કહે છે કે, મારુ નિઃવસ્ત્રપણુ પણ જો તમને ઉત્તેજીત ન કરી શકતુ હોય તો તમને મારા માંજ રસ નથી અને કોઇ બીજી સ્ત્રી સાથે સબંધ છે. અરે તે કહે છે કે જો હું તેને સાચો પ્રેમ કરતો હોવ તો હુ તેને જરુર સંતોષી શકુ. મેં તેને ઘણુ સમજાવી પણ તે માનવા તૈયાર નથી. અને હોસ્પીટલ આવ્વા પણ માગતી નથી. કહે છે કે, પોતાને કોઇ બીમારી ન હોઇ હોસ્પીટલ જવાનો કોઇ મતલબ નથી.”
સવજી ની ઇચ્છા હતી કે હું કોઇ જડીબુટ્ટી જેવી દવા લખી આપુ જેથી તેની બધીજ સેક્સ સમસ્યાઓ દુર થઇ જાય. બજાર માં મળતા સેક્સ ટોનિકથી તેને કોઇ ફઇદો જણાતો ના હતો. પ્રખ્યાત સેક્સોલોજીસ્ટ ડો. પ્રકાશ કોઠારી ના શબ્કો મારાં કાન માં જાણે ફરી ગુંજી ઉઠ્યા કે,”પ્રેમાળ સાથી જ સર્વશ્રેષ્ઠ સેક્સ ટોનીક છે.” અને જે બજાર માંથી ખરીદવુ શક્ય નથી.
સવજીને મેં સેક્સ ટોનીક થી દુર રહેવાની સલાહ આપી અને જો પત્ની સારવાર માં સહકાર ના આપે તો મદદ કરી શકવા માટૅ અસહાયતા વ્યક્ત કરી.
છ-એક મહીના પછી હોલ્પીટલ મા કોઇ અન્ય કામ સબંધીત તે મને મળવા આવેલો અને કહ્યુ, “સાહેબ, આખરે કંટાળીને મેં છુટા-છેડા લઇ લીધા છે.”
હું વિચારી રહ્યો હતો, કે સેક્સ સબંધીત ગેર-માન્યતાઓ એ વધુ એક લગ્ન જીવન નો ભોગ લીધો હતો
જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.
ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: ratnaniclinc@gmail.com
oij5hp
zqkek0
r6mb6p