નમસ્તે મિત્રો
મારુ નામ પ્રશાંતભાઇ છે (નામ બદલ્યુ છે.) અને હું સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરિકે ફરજ બજાવુ છુ. આજે હું આ મેગેઝિન મારફતે મારા પત્નીની માનસિક બિમારી અને તેની સારવાર દરમિયાન અમે કરેલ સંઘર્ષની આપવીતી વર્ણવુ છુ. આ માનસિક બિમારી નો અંત સુખદ છે પરંતુ આ દરમિયાન અમારે ઘણી યાતનાઓમાંથી પસાર થવુ પડ્યુ હતુ. જે ઘણુ જ કષ્ટદાયી, દોડધામભર્યુ અને ખર્ચાળ હતુ.
મારી પત્ની ઉર્મીલા(નામ બદલ્યુ છે) ની ઉંમર ચાલીશેક વર્ષ છે અને તે આંગળવાડી કેન્દ્ર પર નોકરી કરે છે. આશરે ચારેક વર્ષ પહેલા ઉનાળાના ગરમીના દિવસોમાં તેને નોકરીના સ્થળે જ છાતીમાં ભીંસ થવી-દુઃખાવા જેવુ લાગવુ, ગભરામણ, ગુગળામણ, બેચેની જેવી તકલીફ થઇ- ત્યાર બાદ બેભાન કે અર્ધબેભાન અવસ્થા જેવુ થઇ ગયેલ. આ દરમિયાન આંચકી જેવુ લાગવુ અને મોઢેથી ફીણ આવવા જેવી તકલીફ થયેલ.
અમને પ્રથમથી જ આયુર્વેદમાં જ પુર્ણશ્રધ્ધા હોવાથી અમોએ તેનો જ આશરો લીધેલો. થોડી રાહત થઇ પરંતુ આયુર્વેદાચાર્યએજ આગળની તપાસ-સારવાર માટે ભાવનગર ના એમ.ડી.-ફિઝિશિયન નો સંપર્ક કરવા સલાહ આપેલ. ત્યાં બી.પી. કાર્ડિયોગ્રામ, લોહી, ઝાડો-પેશાબ, શુગર વગેરે રિપોર્ટ્સ નોર્મલ આવેલ. અને કોઇ માનસિક કારણૉથી આ તકલીફ થઇ હોવાની શંકા જતા મનોચિકિત્સક નો સંપર્ક કરવા જણાવ્યુ.
આ દરમિયાન મારી પત્ની ને સતત એકધારી અવિરત “હેડકી” આવ્યા કરવાની ફરિયાદ હતી. આ દરમિયાન જાણે આંખુ શરીર ઝોંટાતુ હોય એમ લાગે. હાથ-પગ ખેંચાય, મોં પર ફીણ આવી જાય અને દર્દી જાણે અર્ધભેભાન અવસ્થામાં હોય. આ “હેડકી” એક વખત શરુ થયા બાદ જાણૅ બંધ થવાનુ નામ જ ના લે.
અમે મનોચિકિત્સ્ક નો સંપર્ક કર્યો. ડોક્ટર સાહેબે અમને શાંતીથી સાંભળ્યા, જરુરી પ્રશ્નો પુછ્યા અને પરિસ્થિતીનો તાગ મેળવ્યો. યોગ્ય નિદાન કરી આશ્વાસન આપ્યુ કે આ કોઇ જીવનુ જોખમ હોય તેવી ગંભીર બિમારી નથી અને સારવારથી તબિયતમાં ઘણૉ સુધારો થશે. આમ અમારી સારવાર શરુ થઇ અને તબિયતમાં અને વારંવાર આવતી “હેડકી” માં પણ ઘણો સુધારો જોવા મળ્યો હતો.
નિયમિત દવાથી તબિયતમાં ઘણૉ સુધાર આવ્યો હતો. અને ઘણુ સારુ રહેવા લાગ્યુ હતુ. તેણીએ આંગણવાડીની નોકરી પણ ફરી શરુ કરી દીધી હતી. પરંતુ થોડુ વધુ સારુ રહેતા દવામાં અનિયમીતતા આવી જતી હતી. જેનુ મુખ્ય કારણ દર્દીની નિષ્કાળજી અને દવાઓથી વજન વધવુ, મગજ નબળુ પડી જવુ જેવી કોઇ આડ-અસર થશે તેવી ગેરમાન્યતઆઓ. (આજે મારા પત્ની ની સારવારને બે વર્ષ કરતા વધુ સમય વિતી ચુક્યો છે અને હજુ સુધી કોઇ આડ-અસર અનુભવાઇ નથી. તેમજ ડોક્ટરે પણ ત્યારબાદ આ ગેરમાન્યતાઓનુ કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ ના હોવાનુ જણાવેલ.) અંદરખાને થોડો દવાનો ખર્ચ ઘટાડવાની ભાવના પણ ખરી. જોકે, આ થોડી બચત અંતે વધુ ખર્ચના ખાડામાં ઉતારે. આમ વારંવાર દવાઓ બંધ કરવાથી ફરી તબિયત બગડતી. ફરી ગભરાટ, મુંઝારો, ગુંગળામણ, બેચેની અને છાતીમાં દુઃખાવાનો હુમલો અને “હેડકી” ફરી શરુ થઇ જતી અને ફરી ઇમરજન્સીમાં ડોક્ટર પાસે દોડી જવુ પડતુ.
આમ, દવાઓ વડે તબિયાત સારી રહે, વચ્ચે થોડી અનિયમિતતા- ઘણી વખત તો દવાઓ સાવ જ બંધ કરી દિધેલ. વચ્ચે-વચ્ચે આર્યુર્વેદિક-હોમિયોપેથી દવાઓ પણ અજમાવેલ. અને બહેન-બનેવીના અતિશ્ય આગ્રહથી ભુવાને મળી ધાર્મિક વિધી પણ કરાવેલ. થોડો સમય સારુ રહે અને ફરી પેલી તકલીફો શરુ થાય અને ડોક્ટર પાસે દોડી જવુ પડે.
આ દરમિયાન ઘણી વખત કુટુંબીજનો, હિતેચ્છુઓ અને આંગડવાડીના સુપરવાઇઝર પણ “જો તબિયત સારી ના રહેતી હોય તો” નોકરી છોડી દેવાની સલાહ આપતા હતા. પણ નોકરી શરુ હોય તો થોડૉ આર્થિક ટેકો રહે તથા માત્ર ઘરે રહેવા કરતા કંઇક બહારની દુનિયાપણ જોઇ શકે- આથી અમારી નોકરી છોડવાની ઇચ્છા ન હતી. આ વાતે મનોચિકિત્ક ડોક્ટરે પણ અમારો સાથ આપ્યો અને કહ્યુ. “આ બિમારી ના લીધે કશુ રોજુંદુ કાર્ય છોડવાની જરુર નથી. માત્ર સારવારમાં નિયમિતતા જાળવશો તો સૌ સારા વાના થશે.”
આ વખતે ડોક્ટરે એક ચાર્ટ વડે આ બિમારીંંમાં દવાઓ વારંવાર બંધ કરવી લાંબાગાળે કેટલુ ખતરનાક છે એ સમજાવ્યુ. માનસિક બિમારીની શરુઆતના તબક્કામાં દવાઓ ત્વરિત અસર કરે છે અને ઘણુ સારુ પરિણામ આપે છે. જ્યારે વારંવાર દવાઓ શરુ બંધ કરવાથી બિમારી માં દવાની અસર થતા પણ વધુ સમય લાગે છે અને ક્યારેક તો જોઇએ તેવુ પરિણામ મેળવી શકાતુ નથી. વળી દર વખતે દર્દી ઇમરજન્સીમાં જ આવે તો ડોક્ટરને લાંબા ગાળાનુ દવાઓ ઘટાડવાનુ આયોજન કરવાનો સમય જ મળતો નથી અને પરિણામે દર્દી વધુ હેરાન થાય છે અને વધુ ખર્ચના ખાડામાં ઉતરે છે. આ વાત અમને શિરાની જેમ ગળે ઉતરી ગઇ. અને અમે હવે આ વખતે કોઇપણ સંજોગોમાં દવાઓ અધુરી સારવારે બંઘ નહી કરવાના દ્રઢ નિશ્ચય સાથે વિદાય લીધી. આ વાતને આજે એક વર્ષથી પણ વધુ સમય થવા આવ્યો છે, અમારી દવાઓ નિયમીત- એકપણ દિવસ ચુક્યા વગર શરુ છે. દર્દીની તબિયત ઘણી સારી રહે છે, દવાઓની સંખ્યા અને ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડૉ થયો છે, અમારે એકપણ વખત ઇમરજ્ન્સીમાં ડૉક્ટરની મુલાકાત લેવાની જરુર પડી નથી અને હા, આંગણવાડીની નોકરી પણ શરુ છે તથા ત્યાંના સુપરવાઇઝર પણ તેણીની કામગીરીથી સંતુષ્ટ છે.
આમ, મારા જાત અનુભવથી મારી અન્ય દર્દીઓને એક જ સલાહ છે, માનસિક રોગની બાબતમાં ગાફેલ ના રહેવુ. દવાઓ નિષ્ણાત મનોચિકિત્સકની દેખરેખ હેઠળ જ લેવી. અને દવાઓમાં નિયમિતતા જાળવવી.
Dr. I. J. Ratnani Psychiatrist યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મગજ અને માનસિક રોગ સબંધિત વિડીયોઝ નિયમીત મેળવો.
Dr I J Ratnani’s OJAS Neuropsychiatry Clinic ડો. આઇ. જે. રત્નાણી નુ ફેસબુક પેજ લાઇક કરી નિયમીત અપડેટ મેળવો
ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.
જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો [email protected] પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે [email protected] પર ઇમેલ મારફતે સંપર્ક કરો.
ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ, માનસિક રોગ અને સેક્સ સમસ્યાઓના નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
સેકન્ડ ફ્લોર, સાંઇ ગંગા, રસોઇ ડાઇનિંગ હોલ ની પાસે, કાળુભા રોડ, ભાવનગર
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: [email protected]
Discovered an intriguing article, I recommend you to check it out https://www.buzzfeed.com/radiantshark39/nn-nn-3okaiypp1m
I have been browsing online more than 3 hours today, yet I never found any interesting article like yours. It’s pretty worth enough for me. Personally, if all website owners and bloggers made good content as you did, the web will be a lot more useful than ever before.
you’re in point of fact a excellent webmaster. The web site loading pace is amazing. It seems that you are doing any unique trick. Furthermore, The contents are masterpiece. you have done a wonderful task in this topic!