પ્રસુતી પછીની માનસિક બિમારી- પોસ્ટ પાર્ટમ સાયકોસીસ

અંજલીને પુત્ર અવતરતા આખો પરીવાર પુત્રજન્મની ખુશી મનાવી રહ્યો હતો પરંતુ કોણ જાણે અંજલી ખુશ ના હતી. અંજલી ના લગ્નના ત્રણ વર્ષ બાદ પુત્ર જન્મ થયો હતો. અને સુવાવડ પણ શહેર ના નામાંકિત સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટરે કરી હતી. તેણીની ગર્ભાવસ્થા અને પ્રસુતી નિર્વિધ્ને પુર્ણ થયા હતા. પ્રસુતીના એકાદ-બે દિવસમાં ડોક્ટરે હોસ્પીટલ માંથી રજા આપી હતી.

એકાદ અઠવાડીયામાં અંજલીની તકલીફો ઘણી જાય છે. તે વાત વાતમાં અત્યંત લાગણીશીલ થઇ રડવા લાગે છે. રાતે સુતી જ નથી કે ક્યારેક એકાદ-બે કલાકમાં જ જાગી જાય છે. નાની નાની વાતમાં ઉશકેરાઇ જાય છે. પોતાના બાળકની સંભાળ પર રાખતી નથી. બાળકને સમયસર ધાવણ આપતી નથી. તેને સતત કોઇ ભય રહ્યા કરે છે કે તેને અને બાળકને જોખમ છે. કોઇ તેઓને હેરાન કરવા કે મારી નાખવા માગે છે. અંજલી એક મિનીટ માટે પણ બાળકને પોતાનાથી દુર રાખી શકતી નથી, અરે પતિ કે સાસુ પણ બાળકને રમાડવા માગે તો વિરોધ કરે છે. અત્યંત ઉશકેરાઇ જાય છે અને રડવા લાગે છે કે તેઓ પોતાના બાળકના દુશમન છે. તેઓ બાળક્ને બદલી નાખવાના કે નુકશાન પહોંચાડવાના હેતુ થી બાળકને રમાડવાનુ નાટક કરી રહ્યા છે.

અંજલીની દૈનિક ક્રિયાઓ પણ હવે નિયમીત રહી નથી, સમયસર જમતી નથી, ક્યારેક ક્યારેક એકલા-એકલા બોલ્યા કે બબડ્યા કરે છે, ઇશારાઓ કર્યા કરે છે. આ દરમિયાન કોઇ અંજલી કોઇ દૈવી શક્તિના કે મેલી વિદ્યાના પ્રભાવમાં હોવાની શંકા કરે છે અને એકાદ અઠ્વાડીયા વિવિધ વિધીઓ અને દોરા-તાવીઝ વડે તેનો ઇલાજ કરવાની કોશીશ કરવામાં આવે છે પરંતુ પરિણામ શુન્ય રહે છે.

આખરે કોએ હિતેચ્છુની સલાહ મુજબ અંજલીને મનોચિકિત્સક પાસે સારવાર અર્થે લાવવામાં આવે છે. અંજલીને હકીકતમાં “પોસ્ટ પાર્ટમ સાયકોસીસ” નામથી ઓળખાતી પ્રસુતી પછી થતી માનસિક બિમારી થઇ છે. આશરે ૧૦ થી ૧૨%  સ્રીઓમાં પ્રસુતી પછી સાયકોસીસ (વ્હેમ- શંકા કે અન્યો હેરાન કરવા કે મારી નાખવા માગે છે, એકલા-એકલા બોલવુ, બબડવુ, હસવુ, ઇશારા કરવા જેવા લક્ષણૉ) કે ડિપ્રેશન (ઉદાસી, ખાલીપો, ચિડીયાપણુ, નિરસતા, અનિદ્રા, ખોરાક પ્રત્યે અરુચી, અપરાધભાવ, આપઘાતના વિચારો વગેરે લક્ષણૉ) ની તકલીફ જોવા મળે છે.

આ બિમારીનુ કારણ ગર્ભાવસ્થા અને પ્રસુતી સમયે સ્રીના શરીરમાં થતા હોર્મોન ના ફેરફારોને લીધે થતા મગજના ન્યુરોટ્રન્સમીટ ના પ્રમાણમાં થતા ફેરફારો છે. ઘણા કેસોમાં પ્રસુતી પછીની માનસિક બિમારીને સાસરી પક્ષના લોકો સાથેના સંઘર્શના કારણે કે કોઇ માનસિક ત્રાસ ના કારણે હોવાનુ માની લોકો બિનજરુરી આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરી સબંધોને છીંડા લગાવવાનુ કાર્ય કરે છે. તણાવ ક્યારેક માનસિક બિમારી ની શરુઆત થવાનુ કારણ બને છે પરંતુ તણાવ એ માનસિક બિમારીનુ એકમાત્ર કારણ નથી. માનસિક બિમારીનુ કારણ જૈવિક છે. જેવીરીતે ઇન્સ્યુલીન નામના અંતઃસ્ત્રાવની ઉણપ એ ડાયાબીટીસ નામની બિમારી નુ કારણ એવીજ રીતે ડોપામીન, સિરોટોનીન, નોર-એપીનેફ્રીન નામના અંતઃસ્રાવોની ઉણપ એ ડિપ્રેશન અને સાયકોસીસ જેવી માનસિક બિમારીનુ કારણ છે.

સામાન્ય રીતે પ્રસુતી પછીની માનસિક બિમારીઓ જેવીકે ડિપ્રેશન કે સાયકોસીસ ની સારવાર દવાઓ કે કેટલાક જટીલ કેસોમાં દાખલ કરી શેક વડે કરવામાં આવે છે. આવા સંજોગોમાં દર્દિની સતત દેખરેખ રાખવી, દર્દિ પોતાની બિમારીના લીધે પોતાની જાતને, બાળકને કે અન્યોને હાની ના પહોંચાડી દે તેનુ ધ્યાન રાખવુ પણ જરુરી બને છે. કેટલાક કિસ્સાઓમાં જો દર્દિ બાળક્ને ઇજા પહોંચાડશે તેવો ભય જણાય તો બાળક ને માતાથી થોડૉ સમય દુર રખવાની પણ સલાહ આપવામાં આવે છે. તદ ઉપરાંત માતા સમયસર બાળકને ધાવણ આપે તે પણ એટલુ જ જરુરી છે.

સામાન્ય રીતે સઘન સારવાર વડે બે થી ત્રણ અઠવાડીયામાં દર્દિની સ્થિતી સુધરે છે. દર્દિને આપવામાં આવતી દવાઓ જુજ કેસમાંજ ધાવણ મારફતે બાળકના શરિર માં જતી હોય છે આથી બાળક પર દવાઓની કોઇ આડ અસર થવાનો અવકાશ નથી. જો કે સાજા થયા બાદ છ થી આઠ મહીનાની દવાઓનો કોર્સ પુરો કરવાનો રહે છે.


ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.


જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો [email protected] પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે [email protected] પર ઇમેલ મારફતે સંપર્ક કરો.


ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: [email protected]

10 thoughts on “પ્રસુતી પછીની માનસિક બિમારી- પોસ્ટ પાર્ટમ સાયકોસીસ”

  1. Thanks for ones marvelous posting! I quite enjoyed reading it, you could be a great author.I will be sure to bookmark your blog and will come back someday. I want to encourage you to definitely continue your great writing, have a nice day!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Send via WhatsApp