નમસ્તે મિત્રો,
મારુ નામ વિરેન્દ્ર છે. માનસિક બિમારી અંગેનો મારો અનુભવ મને આજે આ મગેઝિન મારફતે આપની સમક્ષ વર્ણવવાનો અવસર મણ્યો છે એ વાતનો મને આનંદ છે.
મારી માનસિક બિમારીની શરુઆત લગભગ ૧૦ વર્ષ પહેલા થઇ હતી. મે મારી ધો. ૧૨ ની પરિક્ષા વિજ્ઞાનપ્રવાહ સાથે આપી હતી જેમા હું માત્ર ૫૦% માર્કસ સાથે ઉત્તિર્ણ થયો હતો જે મારી અપેક્ષા કરતા ઘણા ઓછા હતા. હું પહેલા ખુબજ તેજસ્વી વિધ્યાર્થી હતો અને આ પરિણામ મારા માટૅ પણ આંચકારુપ હતુ. મને મારા ફેમીલી બિઝનેમ માં પણ રસ ના પડ્યો. હું મારો અભ્યાસ જેમ તેમ પુર્ણ કરી મારે લાયક કોઇ નોકરીની શોધમાં હતો. આ દરમિયાન મારી માનસિક બિમારી (ડિપ્રેશન) ની શરુઆત થઇ.
મને ક્યાંય ગમતુ ન હતુ. કોઇની સાથે બહાર જવાનુ કે બહાર ઓફીસમાં જવાનુ ગમતુ નહીં. કોઇ કામમાં રસ ના પડતો. મારે નોકરીની જરુરીયાત તો હતી પરંતુ ગભરામણ, ભુખ ના લાગવી, શ્વાસ ચઢવો વગેરે તકલીફોના લીધે હું મોટા ભાગનો સમય ઘરે જ પસાર કરતો. ઘણી વખત મને ચક્કર અને ગભરાટ સાથે ઉલટીઓ પણ થતી.
આમ સમય વિતતો ગયો. આ દરમિયાન મારા એક સ્નેહીજને મને મનોચિકિત્સક ડોક્ટરની સલાહ અને જરુર જણાયે સારવાર લેવાનુ સુચન કર્યુ. શરુઆતમાં મને આ સુચન ના ગમ્યુ. કદાચ હું મારી જાતને એક મનોરોગી તરિકે સ્વિકારવા તૈયાર ના હતો. અને સમય પસાર થતો ગયો. પરંતુ જો મારે સાજા થવુ હોય તો મનોચિકિત્સક ડોક્ટરની સારવાર જરુરી હતી. આથી એક દિવસ આખરે મે મારી જાતને મનોચિકિત્સક ની સારવાર લેવા તૈયાર કર્યો.
મનોચિકિત્સક ડોક્ટરે મારુ નિદાન લાંબા ગાળાના એવા “ક્રોનિક ડિપ્રેશન” નુ કર્યુ. તેમણે મને દવાઓ લેવાની સલાહ આપી, સાથે આ સારવાર નો સમયગાળૉ લાબો હોવાની વાત કરી આ સમયગાળા દરમિયાન મારી નિયમિતતા અને સહકારની અપેક્ષા કરી. અને મને જલદીથી સારા થઇ જવા બાબતનુ આશ્વાસન આપ્યુ. છેવટે મે મારી દવાઓનો કોર્ષ શરુ કર્યો. દવાઓ ધીમે-ધીમે તેની ફાયદાકારક અસર બતાવતી થઇ. લગભગ ત્રણેક મહીનામાં હું લગભગ ઘણૉ જ સ્વસ્થ્ય થઇ ગયો હતો. મે નવી નોકરી પણ શોધી હતી અને ધીમે ધીમે મારી દવાઓ પણ ઘટી રહી હતી. જ્યારે આ સારવારને એક વર્ષ પુર્ણ થવા પર હતુ ત્યારે હું જાણે તદ્નન સ્વસ્થ હતો. મારી માત્ર એક ટિકડી શરુ હતી આ દરમિયાન મને સુરત શહેરમાં નોકરી ની સારી તક મળતા ત્યાં જતો રહ્યો. દવાઓ નો કોર્ષ અધૂરો મુકી હું વ્યસ્ત નોકરીમાં જોડાઇ ગયો હતો.
આ વાતને છ માસ થયા હશે ત્યારે મારા શરિરમાં ફરી તકલીફો શરુ થઇ. ગભરાટ, શ્વાસ, બેચેની, અકળામણ, ચક્ક્રર, ઉદાસી, કામ ના થવુ વગેરે વગેરે. મે ફરીથી મનોચિકિત્સક ડોક્ટર નો સંપર્ક કર્યો અને સારવાર શરુ કરી. ધીમે-ધીમે ત્રણ-ચાર મહીનામાં હું ફરી સાજો થઇ ગયો. જાણે મને નવજીવન મળ્યુ. મને જીવનનો એક બોધપાઠ કે “ડોક્ટર ની સલાહ વિના દવાઓ ઓછી કે બંધ ના કરવી જોઇએ” મળી ચુક્યો હતો. માનસિક સ્વાસ્થ્ય માં સુધારો થતા દર્દિ ઉપરાંત પરિવારજનો પણ રાહાત અનુભવે છે. હવે હું ધીંમે-ધીમે નોર્મલ જીવન જીવવાનુ શરુ કરી ચુક્યો હતો. “પહેલુ સુખ તે જાતે નર્યા” કહેવતને અનુસરી શારિરીક વ્યાયામ ને પણ મે જીવનનો ભાગ બનાવ્યો, જેનો મને શારીરિક અને માનસિક ફાયદો પણ મળ્યો.
આજે તા. ૭-૧૧-૨૦૧૮ ના હું જ્યારે આ લખી રહ્યો છુ ત્યારે એક સારી કંપનીમાં નોકરી કરી રહ્યો છુ. મે મારા ઓફીસમાં જવાના ડર અને સ્ટાફના અન્ય સભ્યો સાથે ના વર્તન સબંધીત તકલીફો પર કાબુ મેળવી લીધો છે જેનો માર મિત્રો અને સહ-કર્મચારીઑ પણ સ્વિકાર કરે છે. હું વ્યવસ્થિત રીતે મારી નોકરી કરી રહ્યો છુ અને માતા-પિતા સાથે સુખેથી જીવી રહ્યો છુ.
ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.
જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો [email protected] પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે [email protected] પર ઇમેલ મારફતે સંપર્ક કરો.
ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: [email protected]
Very nice post and straight to the point. I don’t know if this is actually the best place to ask but do you guys have any ideea where to employ some professional writers? Thx 🙂