મારુ નામ આરતી છે (નામ બદલ્યુ છે) અને મારી ઉમર ૨૨ વર્ષ છે. હું એક ડોક્ટર ના ક્લીનીક પર આસિસ્ટન્ટ તરિકે જોબ કરુ છુ. મારી સમસ્યાની શરુઆત આજથી પાંચેક મહીના પહેલા થઇ હતી. મારી સગાઇ તુટ્યા બાદ હું ચિતાંગ્રસ્ત રહેતી હતી. મારા કામ પર પણ તેની અસર થવા લાગી હતી. ગભરામણ, બેચેની, એક જાતનો ડર, બધા મારા વિરોધી છે. મારી વિરુધ્ધ કોઇ ષડયંત્ર રચી રહ્યા છે અને કોઇક રીતે નુકશાન પહોચાડવા માગે છે તેવા વિચારો આવતા. હું નાની-નાની વાતમાં ગુસ્સે થઇ જતી હતી. અતિશ્ય ગુસ્સો કે હું કોઇ સાથે ઝઘડો કરુ કે મારા શરીરને ઇજા પહોંચાડુ ત્યારે જ ગુસ્સો શાંત થતો. ગુસ્સામાં હું મારા હાથા કાંડા ઉપર બ્લેડ થી ઇજા પહોંચાડતી અને લોહી નિકળવાનુ શરુ ના થાય ત્યા સુધી બ્લેડ મારવાનુ શરુ જ રાખતી. ગુસ્સો શાંત થઇ જાય એટલે માથા નો દુઃખાવો શરુ થતો અને ખુબજ રડવુ આવતુ. હું એકધારુ ૩ થી ૪ કલાક રડ્યા જ કરતી. મને આપધાતાના વિચારો આવતા હતા. એક-બે વખત ઘરે ગુસ્સામાં આપઘાતની કોશીશ પણ કરી હતી પરંતુ કુંટુંબીજનોએ રોકી લીધેલી.
હું વિચારે ચડી જતી કે બધા મારી વાતો કરે છે. મારા વિરુધ્ધ છે. બધા મને હેરાન કરે છે. મારી સાથે થતુ કોઇ સારી ઘટનાઓ કોઇ જોઇ શકતુ નથી આથી લોકો મને હેરાન કરવા માગે છે. મને એવુ લાગતુ કે મારી જીંદગી સાવ ખરાબ છે. હું પનોતી છુ. અભાગણ છુ. મારે આ પરિસ્થિતી માંથી કઇ રીતે બહાર નિકળવુ એ સમજાતુ ન હતુ.
આ દરમિયાન હું જે ક્લીનીક પર જોબ કરુ છુ તે ડોક્ટર સાહેબે તેમના સંપર્કમાં રહેલ એક મનોચિકિત્સક ની સલાહ લેવાનુ સુચન કર્યુ. મનોચિકિત્સક ડોક્ર્ટરે મારી વાત શાંતીથી સાંભળી અને માનસિક રોગની દવાઓ ની સારવાર નો કોર્ષ કરવા સુચવ્યુ. તેમણે જણાવ્યુ કે દવાઓની અસર પાંચેક દિવસ બાદ શરુ થાય છે અને દવાઓથી ફાયદો થતા એકાદ મહિનાનો સમય લાગે છે. અને સારુ થયા બાદ પણ આ દવાઓનો કોર્ષ પુર્ણ કરવો જરુરી છે. કોર્ષ આશરે એકાદ વર્ષ ચાલશે તેમ પણ જણાવ્યુ. અને મારી માનસિક બિમારીની સારવાર શરુ થઇ.
માનસિક બિમારીની સારવાર શરુ કર્યાના એકદ મહિનામાં મને ઘણૉ ફાયદો જણાયો હતો. મારી ડર, ગભરામણ, બેચેની રડયા કરવુ, માથાનો દુઃખાવ વગેરે તકલીફોમાં ઘણી રાહત જણાઇ હતી. હું મારા ગુસ્સા પર પણ કાબુ કરી શક્તી હતી. ગુસ્સમાં પોતાની જાત ને ઇજા પહોંચાડવાના, કાંડા પર બ્લેડ મારવાના અને આપધાત ના વિચારો વગેરે આવોગો આવતા લગભગ બંધ જ થઇ ગયા હતા.
આજે જ્યારે હું આ લખી રહી છુ ત્યારે (ફેબ્રુઆરી-૨૦૧૯) ના મારી સારવાર ના ત્રણેક મહીના પુર્ણ થઇ ગયા છે. મારી માનસિક બિમારીની દવાઓ શરુ છે. મારી તબિયતમાં ઘણૉ સુધારો અનુભવી શકુ છુ. ગુસ્સા પર કાબુ થતા જાણે મારુ વ્યક્તિત્વ જ બદલાઇ ગયુ છે. હાલ ક્લીનીક પર મારી જોબ પણ શરુ છે અને હું મારી ફરજ નુ કામ વધુ સારી રીતે સ્વસ્થતાથી કરી શકુ છું.
Dr. I. J. Ratnani Psychiatrist યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મગજ અને માનસિક રોગ સબંધિત વિડીયોઝ નિયમીત મેળવો.
Dr I J Ratnani’s OJAS Neuropsychiatry Clinic ડો. આઇ. જે. રત્નાણી નુ ફેસબુક પેજ લાઇક કરી નિયમીત અપડેટ મેળવો
ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.
જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો [email protected] પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે [email protected] પર ઇમેલ મારફતે સંપર્ક કરો.
ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: [email protected]