નમસ્તે મિત્રો,
હું એક ડોક્ટર છુ અને મને થયેલ માનસિક બિમારીનો અનુભવ આજે આ મેગેઝીન મારફતે આપની સમક્ષ વ્યક્ત કરી રહ્યો છુ.
માનસિક બિમારીનુ વરવુ સ્વરુપ મે મારા બળપણ માં જ જોઇ લીધેલુ. મારી માતાને “બાયપોલર મુડ ડિસઓર્ડર” તરિકે ઓળખાતી માનસિક બિમારી હતી. જેમાં ડિપ્રેશન (ઉદાસી) અને મેનિય (ઉન્માદ-ઉત્સાહ) ના લક્ષણૉ જોવા મળે છે. માતા ને અનુભવાતી ઉદાસી, ગુસ્સો, અનિદ્રા જેવી તકલીફો, જેની સારવાર માટે ભુત-પ્રેત-બાધા-દોરા-ધાગા-મંત્ર-તંત્ર માટે દોડી જતા પરિવારજનો, વચ્ચે-વચ્ચે થોડૉ નોર્મલ સમય પસાર થાય અને ફરી બિમારી ઉથલો મારે. મારા સ્કુલના દિવસો કંઇક આમ જ પસાર થયા. આ દરમિયાન ઇ.સ. ૧૯૯૬ માં માતાને મનોચિકિત્સક ની દવાઓ થી ઘણૉ ફાયદો થયો. વચ્ચે-વચ્ચે ક્યારેક-ક્યારેક માનસિક બિમારી ઉથલો મારતી પણ મહદ અંશે તબિયત સારી રહી. હાલ પણ તેની માનસિક તકલીફમાં ઘણુ સારુ છે. આમ, મારા સ્કુલ દિવસો દરમિયાન જ માનસિક બિમારીના લીધે દર્દી અને તેના કુટુંબીજનો પર થતા વિષમ અનુભવો અનુભવેલા. આ વાતાવરણ વચ્ચે પણ જ્યારે કુટુંબીજનો એક અંતર રાખી વર્તવાનુ પસંદ કરે છે મારુ બાળપણ અને શાળા નો અભ્યાસ વિતતો ગયો. આખરે શાળામાં ઉચ્ચ ક્રમાકે ઉત્તિર્ણ થઇ મે મેડીકલ માં પ્રવેશ મેળવ્યો અને મારો એમ.બી.બી.એસ. નો અભ્યાસ શરુ થયો.
ડિપ્રેશન નો પ્રથમ અનુભવ મને ઇ.સ. ૨૦૦૧ માં થયો. મે મારો શાળાકીય અભ્યાસ ગુજરાતી માધ્યમ માં કરેલો. અને એમ.બી.બી.એસ. નો અભ્યાસક્રમ અંગ્રેજી ભાષામાં હોઇ અભ્યાસમાં થોડી તકલીફ પડતી. આ દમિયાન મે મારી એમ.બી.બી.એસ ના પ્રથમ વર્ષની પરિક્ષા નજીક હતી. હું થોડૉ ટેન્શનમાં પણ હતો. આ દર્મિયાન એક જ્યોતિષને મળવાનુ થયુ જેમણે મારુ નકારત્મક ભવિષ્ય જણાવ્યુ. આ દર્મિયાન હું ચિંતા અને વિચારોથી ઘેરાઇ ગયો. અને આખરે મે જીવનમાં પ્રથમ વખત મનોચિકિત્સકની મુલાકાત લીધી. જેમણે પરિક્ષાના લીધે થયેલ કામચલાવ સ્ટ્રેસ ની તકલફનુ નિદાન કરી સામાન્ય દવાઓ આપી. આખરે પરિક્ષા પુર્ણ થઇ અને પરિણામ પણ સારુ જ આવ્યુ અને બધુ જાણે વિસરાઇ ગયુ. જોકે વચ્ચે વચ્ચે ક્યારેક ટેન્શન-સ્ટ્રેસ વધી જતા હું મેડિકલ કોલેજમાં જ મનોચિકિત્સક ડોક્ટર ને મળી આવતો અને ટુંકા ગાળાની સારવાર લેતો. હવે ક્યારેક હું પાછુ વળીને વિચારુ તો જણાય કે આ રીતે તુટક-તુટક સારવાર લેવામાં અને અધ-વચ્ચે સારવાર છોડવામાં કદાચ મારી જાતને માનોરોગી તરિકે સ્વિકારવાનો કાલ્પનિક ભય જવાબદાર હતો. જો એક ડોક્ટર તરિકે પણ મને આ ભયને કાબુ કરવામાં ઘણી તકલીફ થયેલી તો સામાન્ય વ્યક્તિઓને ને અનુભવાતા સામાજિક અસ્વિકૃતીના ભયને હું કલ્પી શકુ છુ.
મારા એઅ.બી.બી.એસ ના અભ્યાસનો સમયગાળૉ આમ ડિપ્રેશન-સ્ટ્રેસ-ચિંતા-બેચેની ના સામાન્ય લક્ષણો વચ્ચે વિતેલો. વચ્ચે-વચ્ચે કામચલાઉ લીધેલ મનોચિકિત્સકની મુલાકાતો અને ટુંકાગાળાની સારવાર. પરંતુ મારા ગ્રેજ્યુએશન બાદ મે ડિપ્રેશન નુ વરવુ સ્વરુપ ઇ.સ ૨૦૦૬-૨૦૦૭ માં પ્રથમ વખત અનુભવ્યુ. જેમા ગંભીર ડિપ્રેશન, આત્મવિશ્વાસનો અભાવ, સતત રડવાનુ, કોઇ કારણ વિના વિચારશુન્ય થઇ જવુ અને તે પણ કોઇ પ્રકારના બાહ્ય પરિબળો, સ્ટ્રેસ કે વિપરીત સંજોગો વિના. આ દરમિયાન સતત આત્મહત્યાના વિચારો આવતા અને એક-બે કાચા પ્રયત્નો પણ કર્યા પણ સદ-નસિબે બચી ગયેલ. આ દરમિયાન ફરી મનોચિકિત્સકનો સંપર્ક- સારવાર અને સારુ થતા નોર્મલ રુટીન. મે ત્યારબાદ બે થી ત્રણ વર્ષ દવાઓ નિયમીત શરુ રાખેલ, પણ છેવટે સારુ થઇ જતા રોજીંદા જીવનમાં પોરવાઇ ગયેલ.
આ દમિયાન હું આ બિમારીનું કોઇ લાંબાગાળાનું નિરાકરણ ઇચ્છતો હતો. આથી હું મનોચિકિત્સકને મળ્યો. અને મારી વાત કરી. આ દરમિયાન હું ઓબ્સેસિવ કમ્પલઝીવ ડિસઓર્ડર (ધૂનરોગ) ના લક્ષણો થી પરેશાન હતો. જેમા મારા પોકેટની વસ્તુઓ જેવીકે પર્સ, મોબાઇલ, ઘડીયાળ, પેન, ચાવી, રુમાલ વગેરેનું સતત એક માનસિક ચિંતન અને ચેકીંગ કરતો રહુ છુ. અને ઘણી વખત આ ચેકીંગ કરવુ જાણૅ એક મજબુરી બની જાય અને હું આજુબાજુ ના વાતાવરણ અને વ્યક્તિઓની પરવાહ કર્યા વિના જાણે ચેકીંગમાં જ વ્યસ્ત બની જઉ વગેરે ચિન્હો થી ત્રસ્ત હતો.
મારી મનોચિકિત્સક સાથે મારી બિમારી બાબતે વિસ્તૃત વાત થઇ. મારી માતાની માનસિક બિમારી, મને ભુતકાળમાં વારંવાર થયેલ ડિપ્રેશન ના અનુભવો અને વચ્ચે એક વખત થયેલ ગંભીર ડિપેશન અને આપઘાત ના વિચારો વગેરે વગેરે. અલબત્ત આ દરમિયાન વચ્ચેના સમયગાળામાં હું તદ્નન સ્વસ્થ રહેતો કે જાણે કંઇ છે જ નહી. અને હાલ મને ડિપ્રેશન ઉપરાંત ધૂનરોગ-ઓબ્સેસિવ કમ્પલ્ઝીવ ડિસઓર્ડર ના ચિન્હો પરેશાન કરી રહ્યા હતા. મનોચિકિત્સકે મને મારી બિમારી બાયપોલર મુડ ડિસઓર્ડર હોવાનુ જળાવ્યુ. અને હાલ અનુભવાતા ધૂનરોગના લક્ષણૉ પણ તેનો ભાગ હોઇ શકે છે. અને મારી સારવાર શરુ થઇ.
હાલ મારી સારવાર શરુ છે. લગભગ ૮૦ થી ૮૫% તકલીફો દુર થઇ ચુકી છે. અને થોડા વિચારો અને આ વિચારો વધી જતા મજબુરીથી કરવુ પડતુ મોબાઇલ, ઘડીયાળ, રુમાલ જેવી નાની નાની વસ્તુઓનુ ચેકીંગ વગેરે પર “બિહેવીયર થેરાપી” વડે પણ જાતે કાબુ મેળવવા કોશિશ કરી રહ્યો છુ. અને સ્વસ્થ જીવન જીવી રહ્યો છુ.
Dr. I. J. Ratnani Psychiatrist યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મગજ અને માનસિક રોગ સબંધિત વિડીયોઝ નિયમીત મેળવો.
Dr I J Ratnani’s OJAS Neuropsychiatry Clinic ડો. આઇ. જે. રત્નાણી નુ ફેસબુક પેજ લાઇક કરી નિયમીત અપડેટ મેળવો
ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.
જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો [email protected] પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે [email protected] પર ઇમેલ મારફતે સંપર્ક કરો.
ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ, માનસિક રોગ અને સેક્સ સમસ્યાઓના નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
સેકન્ડ ફ્લોર, સાંઇ ગંગા, રસોઇ ડાઇનિંગ હોલ ની પાસે, કાળુભા રોડ, ભાવનગર
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: [email protected]
I like what you guys are usually up too. This kind of clever work and exposure! Keep up the amazing works guys I’ve incorporated you guys to my personal blogroll.
I loved as much as you will receive carried out right here The sketch is tasteful your authored subject matter stylish nonetheless you command get got an edginess over that you wish be delivering the following unwell unquestionably come further formerly again as exactly the same nearly very often inside case you shield this hike
There is apparently a bundle to know about this. I believe you made some good points in features also.
Aw, this was a very nice post. In thought I want to put in writing like this moreover – taking time and actual effort to make an excellent article… however what can I say… I procrastinate alot and on no account appear to get something done.
fdrj4x
sgw0pq