મગજ અને માનસિક રોગ સબંધિત બિમારીઓના લક્ષણૉ
માઇગ્રેન, આધાશીશી, માથુ ભારે લાગવું, બળતરા થવી, અનિદ્રા, વારંવાર થતા શારીરીક દુઃખાવાઓ
ઉદાસી, ખાલીપો, ચિડીયાપણુ, નિરસતા, નિષ્ક્રિયતા, અનિદ્રા ખોરાક પ્રત્યે અરુચી, બેધ્યાનપણુ, અપરાધભાવ, આપઘાતના વિચારો, નકારાત્મક વિચારો, વધુ પડતો થાક, બેચેની, ગુસ્સો, નબળાઇ, હાડમાં તાવ રહે, યાદશક્તિમાં ઘટાડો, કંટાળૉ વગેરે
વારંવાર પેટમાં ભરાવો થવો, વજન લાગવુ, દુઃખાવો થવો, ચુક આવવી, ટોયલેટ જવુ તથા દરેક રિપોર્ટ્સનુ નોર્મલ આવવુ આ સમસ્યા માનસિક હોવાનુ સુચવે છે.
દર્દી દેખીતા કારણ વગર ખુબ આનંદમાં રહે, મોટી-મોટી વાતો કરે, ગજા બહારનો ખર્ચ કરે, મોટા-મોટા અવાસ્તવિક પ્લાન બનાવે, દેખીતા ખોટા નાણાકીય નિર્ણયો લે જે તેના મુળ સ્વભાવને અનુરુપ ન હોય.
વારંવાર અચાનક થતો થડકારા, ગભરાટ, મુંજારો, અકળામણ, બેચેની, ચક્કર, અતિશ્ય પરસેવો, છાતીમાં દબાણનો હુમલો
સતત એક વિચાર કે ચિત્રનુ મનમાં ધૂમવુ, નિર્ણયશક્તિનો અભાવ, વારંવાર હાથ ધોવા, સફાઇ કરવી, પૈસા ગણવા, માનતાઓ માનવી.
અન્યો હેરાન કરવા કે મારી નાખવા માગે છે, તેવા વ્હેમ-શંકા-કુશંકાઓ, એકલા-એકલા હસવુ, બોલવુ, હિંસા કરવી કે જીવનસાથીના ચારિત્ર્ય પર શંકા કરવી.
ઉંઘ આવવામાં તકલીફ થવી-વાર લાગવી, વહેલા ઉંઘ ઉડી જવી કે ઉંઘના કટકા થવા, દિવસે બગાસા તથા થાક અનુભવાવો
પાંચ વર્ષ કે તેથી વધુ ઉમરના બાળકો તથા તરુણોનું પથારીમાં પેશાબ કરવું
શરીરના જુદા-જુદા ભાગોમાં થતા દુઃખાવાઓ, સ્નાયુની તોડ થવી, ડોક-કમરના દુઃખાવાઓ, પગના તળીયામાં બળતરા થવી
ઇન્દ્રિયમાં ઉત્તેજના નો અભાવ, નપુંસકતા, શિધ્રપતન, સેક્સ પ્રત્યે અરુચી, વારંવાર આવતા સેક્સના અણગમતા વિચારો
ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695