Zaira_Vasim_Depression_ratnani_psychiatrist_bhavnagar

તરુણાવસ્થા દરમિયાન ડિપ્રેશન — કોઇ પણ ઉમર ડિપ્રેશન કે માનસિક બિમારી ની શરુઆત માટે નાની નથી

દંગલ અને સિક્રેટ સુપર સ્ટાર ની અભીનેત્રી ઝૈરા વસીમ ડિપ્રેશન ની દર્દી છે

 હું આજે આ પોસ્ટ દ્વારા એ વાત નો સ્વીકાર કરી રહી છુ કે છેલ્લા ઘણા લાંબા સમયથી હું ભયંકર એન્ક્ઝાટી અને ડિપ્રેશન નો સામનો કરી રહી છુ. છેલ્લા ચાર વર્ષથી મુંઝવણ અને ભય સાથે હું “ડિપ્રેશન” નો સામનો કરી રહી છુ. ભય અને મુંઝવણ નુ કારણ “ડિપ્રેશન” શબ્દ સાથે સંકળાયેલ પુર્વગ્રહ ઉપરાંત નજીકના હિતેચ્છુઓ દવારા કહેવામાં આવતુ કે – ડિપ્રેશન જેવી બિમારીઓ માટે તારી ઉમર ઘણી નાની છે, કે આ માત્ર એક થોડો સમય પુરતો મુડ નો ફેરફાર છે- જે સમય જતા આપમેળે નોર્મલ થઇ જશે.

આ માત્ર એક તબક્કો ના હતો. આ ઘણો જ ભિષ્ણ તબક્કો હતો જેના લીધે મારે અણગમતી પરિસ્થિતીનો વારંવાર સામનો કરવો પડતો.  દરરોજની પાંચ-પાંચ ડિપ્રેશનની દવાઓ લેવા છતા મારી તબીયત સારી રહેતી ના હતી. એક્ઝાટી ના અચાનક થતા હુમલાઓ, અરધી રાત્ર તબીયત બગડતા હોસ્પિટલ દોડી જવુ, ખાલીપો, બેચેની, મોં સુકાવુ, દિવસો કે અઠવાડીયાઓ સુધી ઉંઘ ના આવવી, ભુખ ના લાગવી કે વધુ પડતુ જમવુ, ઘરે ફ્રી હોઇએ તો પણ ના સમજાય તેવો થાક અનુભવાવો, હાથ-પગમાં તોડ થવી, આપઘાત ના વિચારો આવવા વગેરેનો આ ભિષણ તબક્કામાં અનુભવ થયો.

મને ખ્યાલ હતો કે કંઇક અયોગ્ય થઇ રહ્યુ છે. મને થયુ આ કદાચ “ડિપ્રેશન” હોઇ શકે. માત્ર ૧૨ વર્ષની ઉંમરે મને પેનિક એટેક નો પ્રથમ વખત અનુભવ થયો. ત્યા બાદ ૧૪ વર્ષે બીજી વખત પેનિક એટેક નો હુમલો આવ્યો. ત્યાર બાક કેટલા પેનિક એટેક આવ્યા, કેટલી દવાઓ લીધી અને કેટ-કેટલી વખત લોકો દ્વારા સાંભળ્યુ કે “અરે આ કંઇ નથી. આટલી નાની ઉંમરે કોઇ ડિપ્રેશન ના થાય.”

લોકો દ્વારા મને વારંવાર એ વાત મનાવવાની કોશીશ કરવામાં આવતી કે હું તદ્નન નોર્મલ છુ. અને હું પણ મારી જાતને મનાવવાની કોશીશ કરતી અને હજુ પણ કરુ છુ કે હું તદ્નન નોર્મલ છુ. મને હજુ લોકોની વાત યાદ છે કે, ‘ડિપ્રેશન જેવુ કંઇ હોતુ નથી. અથવા ૨૫ વર્ષ પછી જ ડિપ્રેશન થાય છે. મેં ક્યારેય એ વાતનો સ્વિકાર ના કર્યો કે મને “ડિપ્રેશન નામની બિમારી છે અને જે વિશ્વમાં ૩૫ કરોડ લોકોની માનસિક સ્થિતી અને લાગણી પર ગંભીર અસર કરે છે.

વર્ષો સુધી હું બધી જ હકીકત જાણવા છતા જાણે મારી જાતને અને અન્યોને છેતરતી રહી કે “ડોક્ટરો તો કહ્યા કરે, આ કંઇ નથી, મારી ઉંમર ડિપ્રેશન થવા માટે ઘણી નાની છે.”

ઉપરોકત પોસ્ટ ઝૈરા વસીમ નામની ૧૭ વર્ષીય ફિલ્મ અભિનેત્રી ની છે. જેમણે દંગલ અને સિક્રેટ સુપર સ્ટાર જેવી બોલીવુડ ની સુપરહીટ ફિલ્મો માં અભિનય કર્યો છે.

તાજેતરમાં બોલીવુડની અન્ય ફિલ્મ અભિનેત્રી આલીયા ભટ્ટની બહેન શાહીને પણ પોતે ડિપ્રેશન થી પિડાતી હોવાનુ અને ઘણી વખત જીવન અર્થહીન લાગવુ-આપઘાત કરવો જેવા વિચારો આવતા હોવાની વાત પોસ્ટ કરી હતી.

*******************************************

અભિનેત્રી ઝૈરા વસીમ નો કેસ તરુણાવસ્થા દરમિયાન ડિપ્રેશન ની બિમારી ની જીવન પર કેવી અસર પડે છે તેનુ ઉત્તમ નિરુપણ કરે છે. પોતે ડિપ્રેશનથી પિડાય છે એ વાતનો પોતાના તેમજ અન્યો સમક્ષ સતત અસ્વિકાર અને પોતાની ઉંમર ડિપ્રેશન થવા ઘણી નાની છે એમ કહી પોતાને સતત દિલાસો આપ્યા કરવો વગેરે પાસાઓની નિખાલસ ચર્ચા કરી છે.

તરુણો માં ડિપ્રેશન, અન્ય માનસિક બિમારીઓ અને આપઘાત ના કેસ છેલ્લા એ દસકામાં ઘણા વધ્યા છે. અમેરિકાની ન્યુ જ્હોન હોપકિન્સ બ્લોમ્બર્ગ સ્કુલ ઓફ પબ્લીક હેલ્થ રિસર્ચ ના તારણૉ મુજબ છેલ્લા દસકામાં તરુણો માં ડિપ્રેશનનુ પ્રમાણ ૩૭% જેટલુ વધેલુ માલુમ પડ્યુ છે. જેમા બાળકીઓ અને યુવતીઓ ડિપ્રેશન સવિશેશ જોવા મળ્યુ છે. આવા સંજોગોમાં સમાજ માં જાગૃતી તેમજ તરુણાવસ્થા માં પણ ડિપ્રેશન જેવી બિમારી હોઇ શકે છે એ વાતનો સ્વિકાર અને યોગ્ય સારવાર જરુરી છે.

હાલના વૈશ્વિક આંકડાઓ પ્રમાણે ૧૫ થી ૨૪ વર્ષના વયજુથમાં મૃત્યુના કારણૉમાં આપઘાતથી થતુ મૃત્યુ દ્વિતીય ક્રમાકે છે જ્યારે વાહન કે અન્ય અકસ્માત ના લીધે થતુ મૃત્યુ પ્રથમ ક્રમાકે છે જ્યારે મારપીટ્ના લીધે કે ઘાતક નશાકારક પદાર્થોના સેવન થી થતુ મૃત્યુ તૃતીય ક્રમાકે છે. ત્યારબાદ કેન્સર, હદયરોગ, ફેફસાની બિમારીઓ વગેરેનો નંબર આવે છે.  આમ, જો યોગ્ય મનોચિકિત્સક-કાઉન્સેલીંગ સારવાર સમયસર મળી શકે તો યુવાનોમાં આપઘાત તેમજ માનસિક કારણૉ – જેવાકે બેપરવાહીથી વાહન ચલાવવુ, ગુસ્સા પર કાબુ ન રહેતા મારપીટ કરવી કે આલ્કોહોલ કે અન્ય નશાકારક દ્રવ્યો વગેરે થી થતા મૃત્યુ અટકાવી શકાય છે.

ટુંકમા,

— તરુણો માં ડિપ્રેશન અને અન્ય માનસિક બિમારીઓનુ પ્રમાણ વધતુ જોવા મળ્યુ છે. આથી જો કોઇ ડિપ્રેશન કે અન્ય માનસિક બિમારી ના ચિન્હો જણાય તો યોગ્ય સારવાર કરવી જોઇએ.

— કોઇ પણ ઉમર ડિપ્રેશન કે માનસિક બિમારી ની શરુઆત માટે નાની નથી. બિમારી નો સ્વીકાર અને યોગ્ય સારવાર થી જાણે નવુ જીવન મળે છે.

— ડિપ્રેશન કે અન્ય માનસિક બિમારીનુ નિદાન એ જીવન કે કારકિર્દીનો અંત નથી. અભિનેત્રી ઝૈરા વસીમ જ તેનુ ઉત્તમ ઉદાહરણ છે. ૧૨ વર્ષની કાચી વયે થી ડિપ્રેશન થી પિડાતી હોવા છતા તેણે બોલીવુડ માં સફળ પ્રદાન કર્યુ છે અને ખ્યાતી પ્રાપ્ત કરી છે.

— ૧૫ થી ૨૪ વર્ષના યુવાનોમાં મૃત્યુના મોટા ભાગના કારણૉ (આશરે ૭૫%) કંઇકને કંઇક અંશે માનસિક કારણૉ સાથે સંકળાયેલ છે. જો યોગ્ય સમયે હસ્તક્ષેપ કરવાથી આ મૃત્યુ અટકાવી શકાય તેમ છે.

— ડિપ્રેશન એક બિમારી છે– તેને સ્વિકારો- સારવાર કરો– અને જીવનમાં આગળ વધો—


જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો [email protected] પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે [email protected] પર ઇમેલ મારફતે સંપર્ક કરો.


ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ, માનસિક રોગ અને સેક્સ સમસ્યાઓના નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
સેકન્ડ ફ્લોર, સાંઇ ગંગા, રસોઇ ડાઇનિંગ હોલ ની પાસે, કાળુભા રોડ, ભાવનગર
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695

13 thoughts on “તરુણાવસ્થા દરમિયાન ડિપ્રેશન — કોઇ પણ ઉમર ડિપ્રેશન કે માનસિક બિમારી ની શરુઆત માટે નાની નથી”

  1. Thanks for the good writeup. It in reality was a enjoyment account it.

    Glance advanced to more added agreeable from you!
    However, how can we keep in touch?

  2. You actually make it seem so easy with your presentation but I find this topic to be really something that I think I would never understand.
    It seems too complicated and very broad for me. I’m looking forward for your next
    post, I will try to get the hang of it!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Send via WhatsApp