
નમસ્તે મિત્રો,
મારુ નામ રવી (નામ બદલ્યુ છે) છે. મારી ઉંમર ૨૧ વર્ષ છે. હાલ હું એક વિધ્યાર્થી છુ. હાલ હું વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ ની તૈયારી પણ કરી રહ્યો છુ. આજે આ મેગેઝીન દ્વારા હું મારી બિમારી અંગે ની ચર્ચા આપની સમક્ષ કરી માનસિક રોગ અંગે જન-જાગૃતી અભિયાનમાં કંઇક પ્રદાન કરવા ઇચ્છુ છુ.
આજથી બે વર્ષ પહેલા મને છાતીમાં દુઃખાવાની તકલીફ થઇ, મુંજારો, બેચેની, ગભરામણ, છાતીમાં ભીસ થવી, એમજ લાગે કે આ એક હાર્ટ એટેક જ છે. હાલ હું ગ્રામ્ય વિસ્તારમાં રહુ છુ. મને મારા કુટુંબીજનો લોકલ ફેમીલી ડોક્ટર પાસે લઇ ગયા. જેમણે મારી તપાસ કરી અને છાતીનો કાર્ડિયોગ્રામ કરી સામાન્ય દુઃખાવો હોવાની વાત કહી. દવાઓ અને ઇન્જેક્શન આપી, ચિંતા ના કરવાની સલાહ આપી મને વિદાય કર્યો. એકાદ અઠવાડીયા બાદ ફરી આવુ થયુ. હવે મને ચિંતા રહેવા લાગી કે ફરી આવુ થશે તો, હાર્ટ એટેક આવશે તો?, એકલા રહેતા ડર લાગે, અણગમો અનુભવાય, રાત્રે ઉંઘ ના આવે જાણે મારુ દૈનિક જીવન ખોરવાઇ ગયુ હતુ. મને ફેમીલી ડોક્ટરે શહેરના નામાકિંત ફિઝિશિયન પાસે જઇ તપાસ કરાવવાની સલાહ આપી. ફિઝિશિયન સાહેબે મારી તપાસ કરી, જરુરી રિપોર્ટસ કર્યા અને કહ્યુ “ભાઇ, તને હદયની કોઇ તકલીફ નથી. કોઇ માનસિક તકલીફ લાગે છે.” મને જરુર પડ્યે તાત્કાલીક રાહાત થાય એવી ઇમરજન્સીમાં લેવાની થોડી દવાઓ આપી કોઇ મનોચિકિત્સક નો સંપર્ક કરવા જણાવ્યુ.
કદાચ એ સમયે હુ મારી જાતને એક માનસિક રોગનો દર્દિ માનવા તૈયાર ના હતો. વળી માનસિક રોગ અંગે ઘણી ગેરમાન્યતાઓ પણ ખરી જ.. માનસિક રોગની દવાઓ લાંબો સમય શરુ રાખવી પડે, કેટલાક કિસ્સાઓમાં આ દવાઓ લાંબો સમય પણ શરુ રાખવી પડી શકે, વળી મિત્રો અને સ્નેહીઓએ ભડકાવ્યો કે “ઍલોપેથી” દવાઓ લાંબો સમય લેવી સારી નહીં, લીવર- કિડની જેવા અવયવો ને નુકશાન થવાનુ જોખમ રહે છે. શું મારે પણ આજીવન દવાઓ શરુ રાખવી પડશે?, શું હું હવે નોર્મલ જીવન નહીં જીવી શકું? શું મારે પણ લીવર-કિડની જેવા અવયવોને જોખમમાં મુકે એવી દવાઓ લેવી પડશે?, હું ચિંતાગ્રસ્ત હતો. ક્યારેક તો મને રડવુ આવી જતુ હતુ.
આ અરસામાં મારા મિત્રો અને કુટુંબીજનો ની સલાહથી મે અંધવિશ્વાસ-ભુવા-દોરા-ધાગા નો પણ સહકાર લેવાનો પ્રયત્ન કર્યો. જાણે હું માનસિક રોગની દવાઓ સિવાય અન્ય કોઇપણ રીતે સાજો થવા માગતો હતો. પણ મને ખાસ લાભ ના થયો.
હવે, આમ ને આમ ઘણૉ સમય વીતી રહ્યો હતો. આ બિમારીની અસર મારા અભ્યાસ પર પણ પડી રહી હતી. મારી વાંચવાની ક્ષમતા ઘટી રહી હતી. મારી એકાગ્રતા પર પણ અસર પડી હતી. હું વાંચી જ શકતો ના હતો, વાંચેલુ મને યાદ રહેતુ ના હતુ. હવે હું ખુબજ ડરી ગયો હતો કે શું ખરેખર હું મારી મનગમતી નોકરી નહીં મેળવી શકુ?, હવે હું મારી સારવાર કરવા બાબતે ગંભીર હતો. આ દરમિયાન મેં ન્યુઝ પેપરમાં “ડિપ્રેશન” બિમારી અંગેનો મનોચિકિત્સક નો લેખ વાંચ્યો અને મેં તેમનો સંપર્ક કરી મારી બિમારીની સારવાર કરવવા નો નિર્ણય કર્યો.
મનોચિકિત્સક ડોક્ટરે મારુ નિદાન “બાયપોલર ડિસઓર્ડર” નામની બિમારીનુ કર્યુ. જે ડિપ્રેશન કરતા વધુ ગંભીર છે તેમજ તેના ચિન્હો વિશે મને માર્ગદર્શન આપ્યુ. મારી માનસિક બિમારી તેમજ સારવાર અને દવાઓ સબંધિત પ્રશ્નો ના સંતોષકારક જવાબો મળ્યા. આમ, આખરે મારી સારવાર શરુ થઇ.
હાલ, જ્યારે હું આ લખી રહ્યો છુ ત્યારે મે માનસિક બિમારીની સારવાર શરુ કર્યાને એક વર્ષ જેવો સમય વીતી ગયો છે. સારવારથી મારી તબિયતમાં ઘણૉ ફાયદો થયો છે. મને મુંઝારો, બેચેની, ગભરાટ, છાતીમાં દુઃખાવો-ભીંસ થવી વગેરે તકલીફોથી ઘણી રાહાત થઇ છે. હું અભ્યાસ વધુ સારી રીતે એકાગ્રતાથી કરી શકુ છુ. છેલ્લા વર્ષની સિવિલ સવિસની પરિક્ષા કે જે રાજ્ય કક્ષાની સૌથી અઘરી પરિક્ષાઓ પૈકીની એક ગણવામાં આવે છે જેમા મેં ઘણૉ સારો દેખાવ કર્યો છે. માનો હું તદન નોર્મલ જીવન જીવી રહ્યો છુ. માનસિક રોગની દવાઓ હજુ શરુ છે. જો કે પહેલા છ-સાત જેટલી દવાઓ ની જરુર પડતી હતી જેની સંખ્યા હવે ઘટી દિવસની બે થી ત્રણ જેટલી છે. ડોક્ટર ની સલાહ મુજબ હું મારા આ અભ્યાસના અગત્યના વર્ષો માં કોઇ તકલીફ ના થાય એ રીતે ધીરે ધીરે દવાઓ ઘટાડવા-બંધ કરવા પ્રયત્ન કરી રહ્યો છુ.
ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.
જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.
ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: ratnaniclinc@gmail.com
I was very pleased to find this web-site.I wanted to thanks for your time for this wonderful read!! I definitely enjoying every little bit of it and I have you bookmarked to check out new stuff you blog post.
Thank you for sharing with us, I think this website really stands out : D.
It’s actually a great and helpful piece of info. I am glad that you shared this useful info with us. Please keep us informed like this. Thanks for sharing.
I discovered your blog site on google and check a few of your early posts. Continue to keep up the very good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading more from you later on!…
Nice blog right here! Also your site rather a lot up fast! What web host are you the usage of? Can I am getting your affiliate link in your host? I desire my website loaded up as quickly as yours lol
superb post.Ne’er knew this, thanks for letting me know.
Hey, I think your blog might be having browser compatibility issues. When I look at your website in Ie, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, terrific blog!
I’ve been browsing on-line greater than 3 hours as of late, yet I never discovered any attention-grabbing article like yours. It is beautiful worth enough for me. In my opinion, if all website owners and bloggers made excellent content material as you probably did, the net shall be much more helpful than ever before. “Where facts are few, experts are many.” by Donald R. Gannon.
After examine a number of of the weblog posts on your web site now, and I really like your means of blogging. I bookmarked it to my bookmark website checklist and can be checking again soon. Pls take a look at my website as effectively and let me know what you think.
Hmm is anyone else encountering problems with the pictures on this blog loading? I’m trying to determine if its a problem on my end or if it’s the blog. Any feed-back would be greatly appreciated.
excellent submit, very informative. I ponder why the other experts of this sector do not notice this. You should proceed your writing. I’m sure, you’ve a great readers’ base already!
Thanks for the sensible critique. Me and my neighbor were just preparing to do a little research about this. We got a grab a book from our local library but I think I learned more from this post. I am very glad to see such wonderful information being shared freely out there.
fantastic post, very informative. I wonder why the other experts of this sector do not notice this. You must continue your writing. I’m confident, you have a great readers’ base already!