માનતાઓ કેટલા પ્રમાણ માં માની શકાય? શું વધુ પડતી માનતાઓ નોર્મલ છે?

માનતાઓ કેટલા પ્રમાણ માં માની શકાય? શું વધુ પડતી માનતાઓ નોર્મલ છે?

માનતાઓ કેટલા પ્રમાણ માં માની શકાય? શું વધુ પડતી માનતાઓ નોર્મલ છે?
માનતાઓ કેટલા પ્રમાણ માં માની શકાય? શું વધુ પડતી માનતાઓ નોર્મલ છે?

લગભગ દરેક ધર્મ/સંપ્રદાય ના લોકો માં માનતા માનવાની પ્રથા જોવા મળે છે. જ્યારે પણ કોઇ તણાવયુક્ત પરિસ્થિતી હોય ત્યારે લોકો માનતા નો આશરો લે છે. ઘણા ધાર્મિક લોકો માનતા ન માનવાની સલાહ આપે છે અને કહે છે કે આતો ઇશ્વર સાથે સોદાબાજી છે. પરંતુ આપણે આ ચર્ચા માં ન પડતા માનતા માનનાર ની માનસિક સ્થિતી પર ચર્ચા કરીએ

રેખાબેન પતિના મૃત્યુ પછી પુત્ર સાથે મુંબઇ રહેવા જાય છે. પણ તે લગભગ દર પંદર – વિસ દિવસે પોતાના વતન ની મુલાકાત અવશ્ય લે છે. કારણ છે તેણે માનેલી પુષ્કળ માનતાઓ. ‘જો આમ થશે તો હુ મંદિરે નારિયેળ ચઢાવીશ અને તેમ થશે તો હુ દર્ગા પર ચાદર ચઢાવીશ.’ દરેક નાની-નાની વાત માં રેખાબેન ને માનતાઓ માનવી પડતી, રોજબરોજ ની દરેક વાતો માં તે મંદિરે કે દર્ગા પર કંઇક દાન કરવાની માનતા માનતા. અને તે મંદિર પોતાના ઘરથી નજીક જ હોય તે પુરી પણ કરી શકતા. પરંતુ તેમણે માનેલી અસંખ્ય માનતાઓ અધુરી રહી ગઇ અને તેમણે પુત્ર સાથે શહેર માં આવવુ પડ્યુ. અને આ મુશકેલી શરુ થઇ.

ઓબ્સેસિવ કમ્પલઝિવ ડિસઓર્ડર (ઓ.સી.ડી.) અર્થાત ધુનરોગ તરિકે ઓળખાતી બિમારી માં વ્યક્તિને પોતાના કરેક કામ અંગે શંકાઓ ઉદભવે છે. તથા દરેક નાની નાની વાત માં તેનુ મન અસંખ્ય સંભાવનાઓ અંગે વિચારી લે છે. જેમકે, “મેં તાળુ વ્યવસ્થિત બંધ કર્યું હશે કે નહીં?”, “મોન્ટુ તેના રોજીંદા સમય કરતા અરધો કલાક મોડુ થઇ ગયુ પણ હજુ સુધી ઘરે પહોચ્યો નથી. કંઇ અજુગતુ તો નહી બન્યું હોય ને?” વગેરે વગેરે. અને આવી શંકાઓ તિવ્ર એંક્ષાયટી/તણાવ ઉત્પન્ન કરે છે. અને આથી વ્યક્તી માનતા માને છે કે જો આમ ના થાય તો તે કંઇક દાન-ધાર્મિક કાર્ય કરશે.

ઓબ્સેસિવ કમ્પલઝિવ ડિસઓર્ડર (ઓ.સી.ડી.) ના દર્દિઓ ના વર્તન/વિચારો માં અને સમાન્ય વ્યક્તિ ના વર્તન/વિચારો માં ક્વોન્ટીટૅટીવ ફર્ક હોય છે, ક્વોલીટેટીવ નહી. અર્થાત રોજબરોજ ની પરિસ્થિતીમાં તણાવ સામાન્ય વ્યક્તિ પણ અનુભવે છે. પણ તેની તિવ્રતા ઓ.સી.ડી ના દર્દિઓ કરતા ઘણી જ ઓછી હોય છે. અને હાથ ધોવા, માનતાઓ માનવી, શંકા જતા ફરી પૈસા ગણવા કે ફરી તાળુ ચેક કરવુ. વગેરે ક્રિયાઓ સામાન્ય વ્યક્તિઓ માં પણ જોવા મળે છે પણ તેની માત્રા ઓ.સી.ડી. ના દર્દિઓ કરતા ઘણી જ ઓછી હોય છે.  

પરંતુ જો આ માનતાઓ નું પમાણ ઘણુ જ વધારે હોય, અને તેના લિધે જો રોજ-બરોજ ની પ્રવૃતીઓ માં મુશકેલીઓ પડતી હોય. અને દિવસ નો નોંધપાત્ર સમય આ માનતાઓ માનવા માં અને પુરી કરવામાં જ જતો હોય તો આ બાબતે સાવચેત થવું જોઇએ અને સારવાર લેવી જોઇએ.

વળી માનતાઓ સાથે ધાર્મિક લાગણી જોડાયેલી હોઇને જો પરિવાર માંથી કોઇ તેનો વિરોધ કરે તો તેને અધર્મી કે નાસ્તિક માનવામાં આવે છે. અને પોતાની શંકાના સમાધાન માટૅ ઇશ્વર ની કથિત મદદ ચાલુ રાખવામાં આવે છે. આ સંજોગો માં વ્યક્તિ પોતેજ આ લક્ષણૉ ને ઓળખી તેમાથી મુક્ત થવા આગળ આવે  તે ખુબ જ જરુરી છે.

આ બિમારી ની સારવાર અન્ય ઓબ્સેસિવ કમ્પલઝિવ ડિસઓર્ડર (ઓ.સી.ડી.)/ ધુનરોગ ના દર્દિઓ ની માફક જ કરવામાં આવે છે. જેમા દવાઓ તથા બિહેવીયર થેરાપી મુખ્ય છે.


ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.


જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો [email protected] પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે [email protected] પર ઇમેલ મારફતે સંપર્ક કરો.


ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Send via WhatsApp