Patient story of Psychiatric disorder in Gujarati #1| Dr I J Ratnani (MD Psychiatry, Bhavnagar)

આપવીતી (ક્રમ-૧) : માનસિક રોગથી પિડીત દર્દિની વાત તેનાજ શબ્દોમાં

Patient story of Psychiatric disorder in Gujarati #1| Dr I J Ratnani (MD Psychiatry, Bhavnagar)
Patient story of Psychiatric disorder in Gujarati #1| Dr I J Ratnani (MD Psychiatry, Bhavnagar)

નમસ્તે મિત્રો,

હું માનસિક રોગનો ભુતપુર્વ દર્દી છુ. મને આજે આ મેગેઝીન મારફતે મારી આપવીતી જણાવવાનો અવસર મળ્યો છે એ વાત નો આનંદ છે.

આજથી ૩૫ વર્ષ પહેલા મારી સમસ્યાની શરુઆત થઇ હતી. હું અભ્યાસમાં ખુબ જ તેજસ્વી હતો. હું ધો. ૧૦ માં પ્રવેશ્યો અને મારા મન પર એક ભય સવાર થયો કે એસ.એસ.સી. એટલે બોર્ડ એક્ઝામ. ધીમે-ધીમે મારી નીદ્રા ઓછી થવા લાગી, મારા મન પર બોર્ડ ની પરિક્ષા ઘર કરી ગઇ. પહેલી માનસિક બિમારી- અનિદ્રા, વાચેલુ યાદ ના રહે, શરીરમાં સુસ્તી, બેચેની, ભય વગેરે. તારીખ આજે પણ યાદ છે, ૧૮ માર્ચ, ૧૮૮૩ મારી બોર્ડની પરિક્ષાનુ પ્રથમ પેપર. આગલી રાત્રે મોડે સુધી વાંચ્યુ. સુતો પણ ઉંધ કેવી? શારિરીક રિતે ભયભીત. આખુ શરિર ધ્રુજે, ગભરામણ થાય, મોં સુકાય, ભુખ ના લાગે, પેટમાં ગેસ થાય વગેરે વગેરે.. ૯૦% થી ૯૫% વાળૉ હું દસમાની બોર્ડની પરિક્ષામાં ૬૫% માં સમેટાયો.

હવે મારી નિષ્ફળતાનો સમય શરુ થયો. વડીલો મારુ ઉદાહરણ તેમના બાળકોને આપતા કેે પેલો જીગો (જગદીશ- નામ બદલ્યુ છે.) ભણવામાં કેટલો હોશીયાર, અરે ભણવામાં શું દરેક બાબતમાં ખુબજ પ્રતિભાવાન. પરંતુ ધીમે-ઘીમે આ “છે” ભુંસાઇ ગયુ અને “હતો” જોડાઇ ગયુ. ધીમે-ધીમે હું અંધશ્રધ્ધા તરફ વળ્યો. જો કે હું ક્યારેય ભુત-પ્રેત-બાધા- અખાડા- દોરા- ધાગા- મંત્ર- તંત્ર વગેરે માં વિશ્વાસ રાખતો ન હતો માત્ર વિજ્ઞાન અને ભગવાન માંજ શ્રધ્ધા હતી પરંતી મિત્રો અને સ્નેહીઓના આગ્રહથી જેમ ડુબતો તણખલુ પકડે એમ બધા પ્રયત્નો કરી જોયા. ધો. ૧૦ પછી ૧૧-૧૨ સાયન્સ સાથે કર્યુ પરંતુ તેમા નિષ્ફળતા મળી.

મારા કુટુંબીજનો હીરા વ્યવસાયમાં હોઇ હું પણ હીરા ઉધ્યોગ માં જોડાયો પરંતુ તેમા પણ સફળ ના થયો.

હવે હું ધીમે-ધીમે મારા પરથી આત્મવિશ્વાસ ગુમાવી રહ્યો હતો. પરંતુ મે મારી મહેનત શરુ રાખી. હું હાથ જોડીને બેસી ના રહ્યો. પરંતુ મને ક્યાય સફળતા ના મળી. મારી ઉમર પ્રમાણે મારે જે કામ કરવા જોઇએ તે ઉમરે હું મારા થી અરધી ઉમરવાળા વ્યક્તિઓ કરે તે કામ પણ યોગ્ય રીતે કરી આપવાની યોગ્ય લાયકાત કેળવી શક્યો ન હતો. વન- બાય- વન, સ્ટેપ બાય સ્ટેપ મે અત્યાર સુધી ઘણી પ્રવૃતી કરી જોએ પરંતુ નિષ્ફળતા જાણે મારો પીછો છોડતી ના હતી. મારા લગ્ન થયા. જવાબદારીઓ વધી. હું આર્થિકરીતે ભાંગતો ગયો. મારા પરીવારમાં વધારો થતો રહો સાથે સાથે મારી માનસિક બિમારીમાં વધારો થતો રહો. ધીરે ધીરે મને ભય, ધ્રુજારી, ધ્રાસકો, માથાનો દુઃખાવો, ફેર ચક્કર વગેરે શરુ થઇ ગયા

ધીરે ધીરે મને આપધાતના વિચારો આવવા શરુ થયા. સન ૧૯૯૬માં કથળેલ આર્થિક સ્થિતીના કારણે મે આપઘાત કરવાનુ નક્કી કર્યુ હતુ. પરંતુ મારા મા-બાપ, પત્ની અને બાળકોનુ વિચારતા એવુ લાગ્યુ કે તેઓ વધુ દુઃખી થશે. પછી તેમાથી મહામુસીબતે બહાર નિકળ્યો. બધાનુ ભરણ પોષણ કરતા અમારી પાસે જે કંઇ હતુ તે ધીમે-ધીમે વેચતો ગયો. બીજો કોઇ વિકલ્પ જ ન હતો. મારી બિમારી તો ચાલુ જ હતી. હું કંઇ નવુ કરવાનુ વિચારુ કે તરત જ મારા શરીર મા એક ધ્રાસકો પડે શરીરમાં ધ્રુજારી આવે. દિવસ તો જેમ-તેમ પુરો થઇ જાય પરંતુ રાત પહેલા એવા વિચારો આવતા કે ઉઘ આવશે કે કેમ? મારા હદય ના ધબકારાઓ વધી જતા હું ભયભીત થઇ જતો. મોડી રાત્રે મારી આસપાસ સૌ ઘસઘસાટ ઉંઘતા હોય અને હું જાગતો હોઉ મને સુવા જતા ડર લાગતો. સહેજ મોટો અવાજ થતાજ હું ડરી ને જાગી જતો, મારા શ્વાસોશ્વાસ વધી જતા. મારી આ માનસિક બિમારીએ મારો શારિરીક, માનસિક, શૈક્ષણીક કે આથિક પ્રોગેસ થવા ના દીધો.

આમ ને આમ દિવસો – મહીનાઓ- વષો- અરે દાયકાઓ પસાર થતા ગયા. એક દિવસ (તીસ વર્ષ બાદ) ન્યુઝ પેપર માં મનોચિકિત્સક ની એક જાહેરાત જોઇ. પછી તેમને રુબરુ મળ્યો. અને મારી આ બધી વાત કરી. બધુ જ ખુલ્લા મનથી કહ્યુ. તેમણે મને શાંતીથી સાંભળ્યો. બોલતા બોલતા હું એટલો ભાવુક બની ગયો કે મારા આંસુઓને રોકી ના શક્યો (આ વાત આજ થી દોઢ વર્ષ પહેલાની છે). થોડી વાર અમે બંને ચુપચાપ બેસી રહ્યા. પછી ડોક્ટરે મને રોગ વિશેની સંપુર્ણ માહીતી આપી અને તેણી સારવાર પધ્ધ્તી વિશે સમજાવ્યુ. અને મારી સારવાર શરુ થઇ. ડોક્ટર-પેશન્ટના સાથ-સહકાર સમજણ કંઇક કરી છુટવાની ભાવનાથી મારી ૩૦ વર્ષ જુની બિમારી થી છુટકારો મળ્યો છે.

આજે તા. ૧૫-૦૫-૨૦૧૮ ના જ્યારે હું લખી રહ્યો છુ ત્યારે મારી આંખોમાં ખુશીના આંસુ છે. મને ત્રીસ વર્ષ પછી મારુ જીવન પાછુ મળ્યુ છે. મારી દવાઓનો દોઢેક વર્ષનો કોર્શ છ માસ પહેલા પુરો થઇ ગયો છે. હાલ હું માનસિક રોગની કોઇ દવા લીધા વિના નિર્મલ જીવન જીવી શકુ છુ. સારી પોસ્ટ પર નોકરી કરી રહ્યો છુ. મારી બંને પુત્રીઓ એન્જીનીયર છે, મારા બે પુત્ર અને પત્ની સાથે હું સુખી જીવન વિતાવી રહ્યો છુ.


ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.


જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો [email protected] પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે [email protected] પર ઇમેલ મારફતે સંપર્ક કરો.


ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: [email protected]

Dr I J Ratnani MD| Psychiatrist and Sexologist, Bhavnagar, Gujarat, India| Psychiatrist in Bhavnagar| Sexologist in Bhavnagar| Psychiatrist Bhavnagar| Sexologist Bhavnagar| Best Psychiatrist in Gujarat| Best sexologist in Gujarat| Psychiatrist doctor near me| Sexologist doctor near me| top psychiatrist in Bhavnagar| top sexologist in Bhavnagar| top psychiatrist in Gujarat| top sexologist in Gujarat

7 thoughts on “આપવીતી (ક્રમ-૧) : માનસિક રોગથી પિડીત દર્દિની વાત તેનાજ શબ્દોમાં”

  1. Hi, Neat post. There is a problem with your site in internet explorer, would check this… IE still is the market leader and a big portion of people will miss your excellent writing because of this problem.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Send via WhatsApp